watchgujarat: એટલાન્ટિક મહાસાગરમાં અઝોરેસ ટાપુઓ નજીક બુધવારે બપોરે પનામા ફ્લેગ કાર્ગો શિપ ફેસિલિટી એસમાં આગ ફાટી નીકળી હતી. જર્મનીથી અમેરિકા જતા આ જહાજમાં હજારો લક્ઝરી ગાડીઓ હાજર છે.
જોકે, પોર્ટુગીઝ નેવી અને એરફોર્સની મદદથી 22 ક્રૂ મેમ્બર્સને બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓ બધા સુરક્ષિત છે. નેવીનું કહેવું છે કે જહાજ પર નજર રાખવામાં આવી રહી છે. આગ હજુ પણ ચાલુ છે. જહાજને નજીકના બંદર પર લઈ જવાની યોજના છે. પોર્ટુગલના એઝોરસ ટાપુ પર એક બંદર નજીકમાં છે, પરંતુ ત્યાં જહાજ લઈ જવાનું શક્ય નથી, કારણ કે જહાજ ત્રણ ફૂટબોલ મેદાન જેટલું મોટું છે.
જહાજમાં ઘણી લક્ઝરી કાર છે હાજર
વૉક્સવેગનના US ની કામગીરીમાંથી એક ઈમેઈલ પરથી જાણવા મળ્યું છે કે જહાજ પર 3,965 વૉક્સવેગન એજી વાહનો છે. આ સિવાય તેમાં પોર્શે, ઓડી અને લેમ્બોર્ગિની પણ શામેલ છે.
જહાજ માં હાજર 100 થી વધુ GTI, Golf R અને ID.4 મોડેલ વાહનોને ટેક્સાસના પોર્ટ ઑફ હ્યુસ્ટન મોકલવામાં આવી રહ્યા છે. આગના કારણે ઘણું નુકસાન થવાની આશંકા છે. મહામારીને કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગ પહેલેથી જ ખોટમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આગના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે.
પોર્શના પ્રવક્તા લ્યુક વાંડેજાંડે એ જણાવ્યું હતું કે કંપનીનો અંદાજ છે કે આગના સમયે તેના લગભગ 1,100 વાહનો જહાજમાં હતા. ઓટોમોબાઈલ ડીલરો આ ઘટનાથી પ્રભાવિત ગ્રાહકોનો સંપર્ક કરી રહ્યા છે. બીજી તરફ, લેમ્બોર્ગિનીની US શાખાના પ્રવક્તાએ આ ઘટના અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.