શહેરના મગદલ્લામાં મહિના પહેલા લગ્ન કરનાર યુવતીએ ઉમરા પોલીસ મથકમાં વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી
યુવતી કામરેજમાં અભ્યાસ કરતી ત્યારે વિધર્મી યુવકે બળાત્કાર ગુજારી ફોટા પાડી લીધા હતા, લગ્ન બાદ ધમકી આપવા માંડી
ઉમરા પોલીસે પોક્સો એક્ટ અને બળાત્કારનો ગુનો નોંધી કામરેજ પોલીસમાં મોકલતા વધુ તપાસ હાથ ધરાઈ
WatchGujarat. સુરતના મગદલ્લા વિસ્તારમાં એક પરણિતાના લગ્ન તોડાવવા પ્રયાસ કરી વિધર્મી યુવાન મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ધાકધમકી આપતા હોવાથી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. 18 વર્ષીય યુવતીના એક માસ અગાઉ જ લગ્ન થયા હતા. આ દરમિયાન યુવતી પર કામરેજ ખાતે અઢી વર્ષ અગાઉ અભ્યાસ દરમિયાન વિધર્મી યુવાને બળાત્કાર કર્યો હતો. આ જ વિધર્મી યુવાન પોતાની માતા અને માસી સહિત પરિવારજનો સાથે મળી યુવતીને પતિ પાસેથી છૂટાછેડા લઈ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ધાકધમકી આપતા હતા. જેથી યુવતીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર મૂળ મહારાષ્ટ્રના જલગાંવની 18 વર્ષની યુવતીના એક મહિના પહેલા સુરતના મગદલ્લા વિસ્તારમાં રહેતા યુવાન સાથે લગ્ન થયા હતા. આ યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, યુવતી અઢી વર્ષ અગાઉ સગીરવયની હતી ત્યારે કામરેજ ખાતે ફોઈને ત્યાં રહી ધો.10 માં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન યુવતીના ભાઈનો મિત્ર આરોપી સાહિલ જાવેદ ખોખર (ઉ.વ.24. રહે, ખોલવડ, તા. કામરેજ) સાથે ઓળખાણ થઈ હતી. આ ઓળખાણ બાદ સાહિલ બાઈક લઈને યુવતીને સ્કૂલ ઉપર મળવા જતો અને બંને સુરતની અલગ અલગ જગ્યાએ ફરવા જતાં હતાં.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ દરમિયાન ફેબ્રુઆરી 2020માં સાહિલ યુવતીને આંબોલી ગામે નવા બનેલા માનસરોવર એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. જ્યાં રૂમમાં બળજબરીથી યુવતી સાથે શરીર સંબંધ બાંધી તેના અંગત ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ આરોપીએ અનેક વખત શરીર સંબંધ બાંધવાનું કહેવા છતાં યુવતીએ ના પાડી હતી. આ સમયે સાહિલ યુવતીને સેલ્ફી ફોટા બતાવી “તું મારી સાથે સંબંધ રાખ અને ધર્મ પરિવર્તન કરી મેરેજ કરી લે નહીં તો તારા ફોટા વાયરલ કરી દઈશ અને તને તારા સમાજમાં બદનામ કરીશ” તેવી ધમકી આપતો હતો. જેથી ત્રાસીને યુવતીએ સાહિલ સાથે વાતતીચ કરવાનું બંધ કરી દીધું હતું.
પરંતુ ત્રણ મહિના બાદ સાહિલે યુવતીની ફોઈના મોબાઈલ ઉપર વ્હોટ્સએપ મેસેજ કરી ફરી યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. પરંતુ ડિસેમ્બર 2020માં લોકડાઉન સમયમાં યુવતીના ભાઈને સાહિલ સાથેના સંબંધની જાણ થઈ ગઈ હતી. જેના કારણે યુવતીને તેના ભાઈએ “તું સાહિલ સાથે વાત કરવાનું બંધ કર” તેમ જણાવ્યું હતું. ભાઈના કહેવા પર યુવતીએ સાહિલને “હવેથી આપણે વાતચીત નહીં કરીએ, તું મને ભૂલી જજે” તેમ કહેતા આરોપી ગુસ્સે ભરાયો હતો. અને યુવતીને વારંવાર ફોન કરી સાહિલ “ધર્મ પરિવર્તન કર નહીં તો તારા ભાઈ અને ફોઈને નુકસાન કરીશ” તેવી ધમકી આપતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીના ભાઈનું વાવ ગામે મર્ડર થયું હતું.
જ્યારે યુવતીના સુરત ખાતે અન્ય યુવક સાથે લગ્ન થવાના છે તેવી જાણ થતાં જ સાહિલે પરિવારજનો સાથે મળીને યુવતીને લગ્ન ન કરવા ધમકી આપી હતી. સાહિલની માતા ઉજમા અને ભાઈ સમીરે યુવતીને ફોન કરી સુરતના યુવાન સાથે લગ્ન ન કરવા સમજાવી ધમકી આપી અપશબ્દો ભાંડ્યા હતા. પરંતુ યુવતી લગ્ન સુરતના યુવાન સાતે થયા બાદ પણ આરોપીએ હેરાનગતી શરૂ કરી હતી. સાહિલની માતા યુવતીને વિડીયો કોલ કરી તેના પતિ સામે ખોટી ફરિયાદ કરી છૂટાછેડા લઈ અમારા ઘરે આવી જા એમ કહી ધમકી આપતી હતી.
આ દરમિયાન સાહિલની માતા ઉજમા, ઉજમાની બહેન અને અલપા નામની યુવતીને ધાક-ધમકી આપી કઠોર કોર્ટમાં મહિલા વકીલ પાસે લઈ જઈ સુરતના ઉમરા પોલીસ લઈ ગયા હતા. જ્યાં યુવતીના પતિ વિરૂદ્ધ અરજી અપાવેલી હતી. અને પતિ સાથે છૂટાછેડાની વાત કરવાનું ફેમિલી કોર્ટમાં કહ્યુ હતુ. યુવતિના જણાવ્યા મુજબ સાહિલના પરિવારજનોએ મહિલા પોલીસમાં સાસરીવાળા તથા ફોઈ વિરૃદ્ધ અરજી કરવા જણાવ્યું હતું અને રાત્રે અલ્પા નામની મહિલાએ પણ યુવતીને છુટાછેડા બાબતે સમજાવી હતી.
બાદમાં અલ્પાએ વકીલની ફી માંગતા ઉજમા તથા તેની બહેને વકીલને પૈસા આપવા માટે યુવતીને તે જે દાગીના પહેરેલા છે તે વેચીને રૂપિયા આપ તેમ કહેતા યુવતીએ મંગળસૂત્ર અને દાગીના વેચવાની ના પાડી હતી. જેથી ઉજમા અને તેની બેન અલ્પાએ અપશબ્દો બોલી યુવતીની ઈચ્છા વિરૂદ્ધ ભાગળ ખાતે એક સોનીની દુકાને લઈ જઈ સોનાનું મંગળસૂત્ર 11 હજાર રૂપિયામાં વેચી દઈ તેમાંથી પાંચ હજાર રૂપિયા યુવતીને આપી દીધા હતા. તેમજ યુવતીના નાકની જડ અને કાનની બુટ્ટી ઉજમાએ કઢાવી લીધી હતી અને રીક્ષામાં બેસીને નવસારી બજાર ઉતારી દીધી હતી.
આ મામલે યુવતીને સાહિલ ખોખાર, માતા ઉજમા, માસી, અલ્પા તથા જાવેદે પતિ સાથે છૂટાછેડા લઈ ધર્મ પરિવર્તન કરી સાહિલ સાથે લગ્ન કરવા ધાકધમકી આપી દબાણ કરવા અંગે યુવતીએ સુરતના ઉમરા પોલીસમાં ફરિયાદ આપતા ઉમરા પોલીસે પોક્સો એક્ટ અને બળાત્કારનો ગુનો નોંધી કામરેજ પોલીસમાં મોકલતા પીઆઈ એમ.એમ. ગીલાતરે વધુ તપાસ હાથ ધરી છે.