• જંબુસર પોલીસ સ્ટેશનમાં જ PSIને પિતા-પુત્રની જાનથી મારી નાખવાની ધમકી
  • સાહેબ તમે ઓળખતા નથી, એકલા નિકળશો તો જાનથી મારી નાખીશું – આરોપી પિતા-પુત્ર
  • PSI એ અન્ય પોલીસ સ્ટાફ ને મદદે બોલાવી પિતા-પુત્રને બહાર કાઢ્યા અને ફરિયાદ આપી

WatchGujarat. જંબુસર પોલીસ સ્ટેશનમાં PSIને પિતા-પુત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. વાત એટલી હદ સુધી આગળ વધી હતી કે પોલીસ સબ ઇન્સ્પેકટરને જ પિતા-પુત્રથી છુટકારો મેળવવા પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસર પોલીસ મથકે ઝમીરૂદ્દીન ઇલમુદિન શેખ છેલ્લા 3 મહિનાથી PSI તરીકે ફરજ બજાવે છે. બુધવારે PSI ઝેડ.આઈ.શેખ જંબુસર પોલીસ મથકે ફરજ ઉપર હાજર હતા. જે સમયે બીલકિસબાનું નામની મહિલા બિલાલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવા આવી હતી. આ દરમિયાન પોલીસ મથકે બિલાલ અને ભાગલીવાડમાં રહેતો ઇસ્માઇલ ઉર્ફે લેપ્ટી મલેક અને તેનો પુત્ર નબીલ આવ્યા હતા. પિતા-પુત્રોએ પીએસઆઈ સાથે ઉદ્ધત વર્તન કરી મહિલાની ફરિયાદ ન લેવા કહ્યું હતું.

જ્યાર બાદ PSI એ ત્રણેયને પોલીસ સ્ટેશનમાંથી બહાર જવા કહી, મહિલાની ફરિયાદ સાંભળી લેવા જણાવ્યું હતું. ત્યારે ઇસ્માઇલે કહ્યું હતું, શેખ સાહેબ તમો અમોને ઓળખતા નથી. મારો પુત્ર મઆજ જંબુસરનો દાદો છે. તમોને હવે અમે જંબુસરમાં શાંતિથી રહેવા દઈશું નહિ. એકલા નિકળશો તો જાનથી મારી નાખીશું. તેમ કહી પિતા-પુત્ર PSI સાથે ગાળા ગાળી અને ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા. PSI શેખે અન્ય પોલીસ સ્ટાફ બોલાવી તેમની મદદથી બન્નેને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢ્યા હતા. બને પિતા-પુત્ર એ પોલીસ સ્ટેશનની બહાર પણ બખેડો કરી ઝપાઝપી કરતા અન્ય પોલીસ કાફલો બોલાવી બન્ને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners