બોલિવુડ બાદ હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોરોનાનો કહેર
દીક્ષા જોશી, હેમાંગ દવે અને મિત્ર ગઢવીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
ત્રણેય કલાકારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને કોવિડ-19 પોઝિટિવ હોવાની વાત કહી
ગુજરાતી ફિલ્મ જગતના ત્રણેય એક્ટર હાલ હોમ આઈસોલેશન હેઠળ મુકાયા
WatchGujarat. રાજ્યમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. કોરોનાએ હવે અધિકારીઓ, રાજકારણીઓની સાથે સાથે કલાકારોને પણ પોતાની જપેટમાં લીધા છે. હાલમાં જ બોલીવુડમાં એક પછી એક કલાકારો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે ગુજરાતી ફિલ્મ જગતમાં પણ કોરોનાનો કહેર શરૂ થયો છે. જેમાં એક સાથે ગુજરાતી ફિલ્મ જગતના ત્રણ સિતારાઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
ત્રીજી લહેરની શરૂઆત સાથે જ બોલિવૂડ તથા ટીવી ઇન્ડસ્ટ્રી બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને કોરોનાએ જપેટમાં લીધા છે. જેમાં ગુજરાતી અભિનેત્રી દીક્ષા જોશી, અભિનેતા હેમાંગ દવે તથા મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણેય કલાકારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને કોવિડ-19 પોઝિટિવ હોવાની જાણ કરી હતી. જેમાં દીક્ષા જોશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, '2022માં હું આમ કરીશ.. હું વર્કઆઉટ રોજ કરીશ, પરંતુ હાલમાં હું કોવિડ પોઝિટિવ છું અને ડૉક્ટરે મને શ્રમ કરવાની ના પાડી છે. શું યાર..' જોકે દીક્ષા હાલમાં હોમ આઇસોલેશનમાં છે અને સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છે.
મહેરબાની કરીને સાવચેત રહો - હેમાંગ દવે
ગુજરાતી એક્ટર હેમાંગ દવેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે હેમાંગ દવે પોતાના નેકસ્ટ પ્રોજેક્ટ માટે ગુજરાતભરમાં ફર્યો હતો. જે બાદ કોરોના પોઝિટિવ આવતા એક્ટરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આ અંગે જાણ કરી હતી. હેમાંગે કહ્યું હતું કે, 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવે. એવા કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.'
છેલ્લો દિવસ ફેમ એક્ટર મિત્ર ગઢવી પણ કોરોના પોઝિટિવ
દિક્ષા જોશી અને હેમાંગ દવે સાથે 'છેલ્લો દિવસ' ફૅમ એક્ટર મિત્ર ગઢવીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મિત્ર ગઢવીએ આ વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ જણાવ્યું હતું કે, 'હેલ્લો, પહેલી જાન્યુઆરીએ મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવું વર્ષ, નવા પડકારો. મને લાગે છે કે મને તાવ, બેક પેઇન, ગળામાં દુખાવો અને મને ખ્યાલ નથી કે હળવા લક્ષણો છે કે નહીં, તો મહેરબાની કરીને તમે જાતે કંઈ પણ ધારી ના લેતા કે હું આમ કહેવા માગું છું. હાલમાં મારી તબિયત ઠીક છે અને હું આઇસોલેટેડ છું. મારા ડૉક્ટરે આપેલા તમામ પ્રોટોકોલનું પાલન કરું છું. સાવેચત રહો. માસ્ક પહેરો.'