•  બસ સ્ટેશન સામે આવેલા જીન ફળિયામાંથી જુગાર રમાડતી મહિલા સહિત 8 જુગારીને ઝડપી પાડ્યા
  •  રોકડા 36000, 6 મોબાઈલ ફોન મળી કુલ ₹ 49000થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

WatchGujarat.ભરૂચ જિલ્લામાં સતત એક મહિનાથી સ્ટેટ મોનીટરીંગ દ્વારા જુગાર અને દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરમાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રીજી રેડ કરી મહિલા સંચાલક દ્વારા ચલાવાતી જુગારની કલબ પરથી 8 જુગરીઓને પકડી પાડ્યા હતા.

અંકલેશ્વરના બસ સ્ટેશન સામે આવેલ જીન ફળિયામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે વરલી મટકનો જુગાર રમાડતી મહિલા સહિત આઠ જુગારીયાઓને રૂપિયા 49 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે.

અંકલેશ્વર શહેરના બસ સ્ટેશન સામે આવેલ જીન ફળિયામાં રહેતી જયાબેન પ્રવીણ વસાવા પોતાના વિસ્તારમાં મોટા પાયે વરલી મટકનો જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. દરોડાને પગલે જીન ફળિયામાં નાશભાગ મચી જવા પામી હતી.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 36 હજાર અને 6 મોબાઈલ ફોન મળી કુલ 49 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મુખ્ય સૂત્રધાર જયાબેન પ્રવીણ વસાવા, પ્રિયંકાબેન શૈલેષ રાઠોડ, સોનલ પરમજીત સિંગ, સાગર વસાવા, દલસુખ વસાવા, મહેશ વાળંદ, અશરફ હબીબ મલેક અને જોગીન્દરસિંગ રામપ્રસાદ ભગતને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. પોલીસે તમામ વિરુધ્ધ ગુનો નોંધી તેઓને શહેર પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં સતત 1 મહિનનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના ત્રણથી વધુ દરોડાને પગલે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud