WatchGujarat. Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષનો દુકાળ સમાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમે જર્મની સામેની રોમાંચક મેચમાં 5-4થી વિજય નોંધાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય હોકી ટીમે અગાઉ 1980 મોસ્કો ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતીય હોકી ટીમ પર ઇનામોનો વરસાદ
આ ઐતિહાસિક જીત બાદ ભારતીય હોકી ટીમ પર ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે. પંજાબ સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ ટોક્યો ઓલિમ્પિક (Olympic) ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમમાં રાજ્યના દરેક ખેલાડીને 1 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપશે. પંજાબના રમત મંત્રી રાણા ગુરમીત સિંહ સોઢીએ આ જાહેરાત કરી હતી.
https://twitter.com/ANI/status/1423169166601637891?s=20
દરેક ખેલાડીને મળશે એક-એક કરોડ રૂપિયા
સોઢીએ ટ્વીટ કર્યું હતું કે, "ભારતીય હોકી માટે આ ઐતિહાસિક દિવસે મને આ જાહેરાત કરતાં ખુશી થઇ રહી છે કે (ટીમમાં શામેલ) પંજાબના દરેક ખેલાડી 1 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. અમે તમારા વાપસીની રાહ જોઈશું અને ઓલિમ્પિકમાં મેડલની ઉજવણી કરીશું.કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પંજાબના આઠ ખેલાડીઓ ભારતીય પુરુષ હોકી ટીમના સભ્યો છે. પંજાબના અન્ય ખેલાડીઓ હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, દિલપ્રીત સિંહ, ગુરજંત સિંહ અને મનદીપ સિંહ છે.