WatchGujarat. હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. હાઈ બ્લડ પ્રેશર એ એક જીવલેણ સાઇલેન્ટ કિલર તરીકે માનવામાં આવે છે.ઘણીવાર લોકો આ બીમારીને સામાન્ય ગણી લેતા હોય છે. તેથી લોકો આ બીમારી પર ખાસ ધ્યાન આપતા નથી. તેના કારણે હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો ખુબ જોખમી સ્તર સુધી પહોંચી જતા હોય છે.આ પ્રકારની પરિસ્થિતિથી બચવા માટે યોગ્ય સમય પર ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો. અને તેને મેનેજ કરવા માટે ઘરેલુ ઉપચારોની મદદ લેવા ઈચ્છો છો.તો દરરોજ એક ગ્લાસ ટામેટાનું રસ પીઓ.એક શોધ અનુસાર ટામેટાનો રસ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરે છે અને હૃદયના રોગોને ઘટાડવાનું પણ કામ કરે છે.ટામેટાનો રસ ખુબ ગુણકારી છે તેથી તેને પીવામાં પણ મઝા આવશે તો ચાલો જાણીયે આ બીમારીને ટામેટાના રસથી કેવી રીતે રોકી શકાય.
બનાવવાની રીત :
આ ટામેટાના રસને બનાવવા માટે તમે 3 થી 4 ટામેટાને મિક્સ્ચરમાં ક્રશ કરો. અને થોડુક પાણી મિક્સ કરીને ગાળી લો. આ જ્યુસને મીઠા વગર પીવું વધારે ફાયદાકારક હોય છે. કેટલાક લોકો બજારમાં મળતાં પેકેટ જ્યુસનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં કેટલાક રસાયણોને હોવાને કારણે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. એટલા માટે ઘરે જ જ્યુસ બનાવીને તેનું સેવન કરો.
ટામેટાનો રસ કેવી રીતે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે?
ટામેટાંના રસમાં બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હોય છે જે લગભગ દરેક લાલ ફળોમાં મળી આવે છે. જે હૃદયના રોગોને ઠીક કરવા માટે ખુબ ઉપયોગીરૂપ સાબિત થાય છે. તેમાં લાઇકોપીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે.
તેના અન્ય લાભ
જો તમે ટામેટાંનો રસ દરરોજ પીઓ છો તો આ હેલ્થને કેટલાય ફાયદા પહોંચાડે છે. આ આંખ અને સ્કિન માટે પણ ઘણો સારો છે. તેમાં રહેલા અલગ અલગ પ્રકારના વિટામિન્સ સોજાને ઘટાડવા અને તમારી કોશિકાઓને મુક્ત કણોથી થતાં નુકશાનથી બચાવે છે. ટામેટાંનાં જ્યૂસમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા કેટલાય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ હોય છે જે એક હેલ્ધી શરીર માટે ખૂબ જ જરૂરી છે.
નોંધ – ઉપરોક્ત માહિતી એકત્ર કરવામાં આવી છે. કોઇ પણ રોગની સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ જ ટ્રીટમેન્ટ લેવું હિતાવહ છે.