• અમદાવાદના દરિયાપુરમાં વીજકંપનીના મેગા સર્ચ ઓપરેશન દરમિયાન તપાસ ટીમ પર પથ્થરમારો
  • પોલીસકર્મીઓ સહિત સાત લોકો ઘાયલ થયા બાદ પોલીસ એક્શન મોડ
  • પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી થશે

WatchGujarat. રાજ્યમાં છેલ્લાં એક-બે દિવસથી IT વિભાગનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદમાં પણ એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે સકંજો કસ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં ટોરેન્ટ પાવર દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં અમદાવાદના દરિયાપુર ખાતે ખાનગી વીજકંપનીના મેગા સર્ચ ઓપરેશન દરમિયાન તપાસ ટીમ પર પથ્થરમારો થયો છે. જેમાં પોલીસકર્મીઓ સહિત સાત લોકો ઘાયલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસની ટીમને સાથે રાખીને વીજચોરી અને ગેરકાયદે કનેકશન ઝડપી પાડવા ગયા હતાં અને ગેરકાયદે વીજ કનેકશન ઝડપાયું હતું.

જો કે, હજુ તો વીજકંપનીની ટીમ કાર્યવાહી કરે તે પહેલાં જ તંબુચોકી પાસેની નગીના પોળમાં પથ્થરમારો કર્યો હતો. જેમાં વીજ કંપની ટોરેન્ટ પાવરના ચાર કર્મચારીઓ અને ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવ્યાં છે અને પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, આજે સવારે દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતી.દરિયાપુર વિસ્તારમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાની જાણ ટોરેન્ટ વિભાગને થઇ હતી. ટોરેન્ટ પાવરે આ વિસ્તારમાં વીજચોરી માટે સર્ચ ઓપરેશન કરવા માટે પોલીસની મદદ પણ મંગાઈ હતી. જેથી દરિયાપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ખડકાયો હતો.પોલીસ પર હુમલો થવાની જાણ થતા અન્ય પોલીસની ટીમ બનાવના સ્થળે મોકલી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદે વીજ જોડાણ અને વીજચોરીને લઈને આજે વીજ કંપની ટોરેન્ટ પવારે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૌ પ્રથમ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પોલીસના કાફલા સાથે વીજકંપનીના અધિકારીઓ પહોંચ્યા હતાં. વીજકંપનીના 20 અધિકારીઓ સહિત 150થી વધુ કર્મચારી આ રેડમાં સામેલ થયા છે. તપાસ દરમિયાન વીજચોરીનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આ રેડમાં પોલીસ કાફલામાં એક ડીસીપી, બે એસીપી અને એક પીઆઈ સહિત 200 પોલીસનો કાફલો પણ સામેલ થયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud