• રાજ્યનાં પ્રવાસન સ્થળે સુવિધા વધારવા સરકારની વિચારણા
 • 11 પ્રવાસન સ્થળોને વિકસાવવાની તૈયારીમાં સરકાર
 • કેબિનેટની બેઠકમાં 11 નવા નામની રજૂઆત કરાઇ

WatchGujarat. આમ તો દેશમાં પ્રવાસનક્ષેત્રે ગુજરાત રાજ્ય આગવું સ્થાન ધરાવે છે. દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. જેમાં કચ્છનું રણ,સ્ટેચ્યુ ઓફ યુનિટિ,શિવરાજપુર બીચ જેવા અનેક આર્કષક સ્થળો છે. જ્યાં લાખો લોકો મુલાકાત લે છે. ત્યારે સરકાર હજુ પણ રાજ્યમાં કેટલાક પ્રવાસન સ્થળોને વધુ વિકસાવવાની તૈયારીમાં છે. રાજ્યમાં નવા 11 નવા પ્રવાસન સ્થળને લઇને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કેબિનેટ બેઠકમાં 11 નવા નામની રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ સ્થળોની યાદીમાં ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોની યાદી તૈયાર કરવામાં આવી છે. હાલમાં જે નામ રજૂ કરાયા છે તે સ્થળોની સુવિધાને લઇને અને સાથે તેમાં વધારો કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

આ સ્થળોની યાદી તૈયાર કરાઇ છે.

 • પોળો ફોરેસ્ટ,વિજય નગર
 • ઝવેરચંદ મેઘાણી ટુરિસ્ટ સર્કિટ
 • રાજકોટનાં ખંભાલિડા ખાતે બુદ્ધ ગુફા નજીક ટુરીસ્ટ સેન્ટર ઉભું કરવું
 • મોરબીના ટંકારા ખાચે દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ
 • બેટ દ્વારકા અને શિયાળ બેટ
 • સુરતનો ડુમસ બીચ
 • ભિમરાડનાં ગાંધી સ્મારક
 • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા વચ્ચે આવતાં અગત્યનાં પ્રવાસન સ્થળો
 • ડાંગ સર્કિટ,પંપા સરોવર,શબરી ધામ,અંજની કુંડ,ગીરા ધોધ

જો રાજ્યમાં આ 11 પર્યટન સ્થળોને પ્રવાસી સ્થળોમાં ગણી લેવામાં આવશે તો તેનાથી પ્રવાસીઓને અને સાથે જ સરકારને પણ ફાયદો થઇ શકે છે.આ તમામ સ્થળોમાં કેટલાક નેચરલ પ્લેસ છે.જેને માત્ર ગુજરાતીઓ જ નહીં  પરંતુ વિદેશીઓ પણ પસંદ કરી રહ્યા છે.આ સ્થળોમાં  ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કવર થઇ જાય છે એટલે કે ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસી સ્થળોનો સમાવેશ થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ મોસ્ટ ફેવરિટ પ્લેસ બન્યું છે.જ્યાં દરરોજનાં હજારો લોકો મુલાકાત લે છે.જો આ પર્યટન સ્થળોને પણ વિકસાવવામાં આવે તો દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud