• કપડાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થવાની શક્યતા 
  • હોલસેલ અને રીટેઇલ વેપારીઓ માટે વર્કીંગ કેપીટલ વધારવી પડશે
  • ટેક્સટાઇલને લગતા 85 જેટલા સંગઠનોની એક બેઠક યોજાઈ

WatchGujarat.ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં 1 જાન્યુઆરીથી GST દરમાં 5% થી વધારીને 12% કરવાના નિર્ણય સામે વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિરોધના ભાગરૂપે આજે શહેરની ધર્મેન્દ્ર રોડ , લાખાજીરાજ રોડ , ગરેડીયા કુવા રોડ , ગુંદાવાડી સહીત બજારોનાં વેપારીઓએ અડધો દિવસ બંધ પાળીને વિરોધ પ્રગટ કર્યો હતો. વેપારીઓનું કહેવું છે કે, કાપડ જીએસટીમાં વધારો થવાના કારણે રો મટેરિયલના ભાવમાં વધારો થશે. જેના કારણે કપડાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થવાની શક્યતા રહેલી છે. આમ થવાથી હોલસેલ અને રીટેઇલ વેપારીઓ માટે વર્કીંગ કેપીટલ વધારવી પડશે.

કાપડ પર લાગતા જીએસટી કરાયેલા વધારાને લઈને સરકારમાં વિવિધ સ્તરે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ટેક્સટાઇલ વેપારીઓમાં ભારે રોષ છે. અને ટેક્સટાઇલ વેપારીઓના વિરોધમાં કારખાનેદારોએ પણ ટેકો જાહેર કર્યો છે. ટેક્સટાઇલને લગતા 85 જેટલા સંગઠનોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આજે વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાલ અડધો દિવસનું બંધ પાળવામાં આવ્યું હતું. અને આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક ટેક્સટાઇલ વેપારીઓ અને આ ધંધાને લગતા સલગ્ન યુનિયનો જીએસટીના વિરોધમાં બંધ પાળવાનું નક્કી કર્યું છે. હોલસેલ, ગારમેન્ટ, રેડીમેઈડ બજારો આ બંધમાં જોડાશે અને વિરોધ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે આગામી 1 જાન્યુઆરીથી કપડા પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners