• રેલપેટ પાવડરની 36 બેગ 41400 ટન ઉત્તરાખંડ પારલે એગ્રો કંપનીમાં લઈ જવાનો હતો
  • દહેજ મરીન પોલીસ મથકે ટ્રેલર ચાલક વિરૂદ્ધ ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધાવી

WatchGujarat. દહેજ રીલાયન્સ કંપનીમાંથી ઉત્તરાખંડ રૂ. 60.33 લાખનો સફેદ પાઉડર લઈ નીકળેલો ટ્રેલર ચાલક ઉડન છું થઈ ગયો હતો. સુરતના એક ટ્રાન્સપોર્ટ કમિશન એજન્ટે રાજસ્થાનના એેક ટ્રક ચાલકને દહેજની રિલાયન્સ કંપનીમાંથી RELPET QH5821M નામનો કુલ રૂ. 60.33 લાખની મત્તાનો સફેદ પાવડરની 36 બેગો ઉત્તરાખંડ લઇ જવા માટેનું ભાડું કરાવી આપ્યું હતું. દરમિયાનમં ટ્રક ચાલકે કંપનીમાંથી સફેદ પાવડરથી બેગો ભરીને નિકળ્યાં બાદ રસ્તામાં જ માલ સગેવગે કરી ગુમ થઇ જતાં કમિશન એજન્ટે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સુરતના ન્યુ પાલ રોડ પર આવેલાં શ્રદ્ધા ફ્લેટ ખાતે રહેતો મુકેશ જગરામ ચૌધરી કિરણ રોડ લાઇન્સ નામની ટ્રાન્સ્પોર્ટ ચલાવે છે. ગત 24મી માર્ચના રોજ તેમના મોબાઇલ પર એક ટ્રેલરના ડ્રાઇવરે ફોન કરી સંપર્ક કર્યો હતો. તેમજ ઉત્તર ભારતના રાજ્યોમાં કોઇ માલ પહોંચાડવાનો હોય તો તે લઇ જઇશ તેમ જણાવ્યું હતું. જેના પગલે મુકેશ ચૌધરીએ ભરૂચના એક શખ્સનો સંપર્ક કરતાં રિલાયન્સ કંપનીમાંથી RELPET QH5821M નામનો પાવડરનો 41.400 મેટ્રીક ટનનો માલ ઉત્તરાખંડ પહોંચાડવાનો હોવાનું માલુમ પડતાં મુકેશે ડ્રાઇવર સાથે 3350 રૂપિયા પ્રતિ ટનના ભાવે કુલ 1.38 લાખના ભાડામાં માલ ઉત્તરાખંડ લઇ જવાનો સોદો નક્કી કર્યો હતો.

જેના અવેજમાં મુકેશને 2 હજારનું કમિશન મળ્યું હતું. ટ્રેલર ચાલકે 26મી માર્ચે રિલાયન્સ કંપનીમાંથી 1150 કિલોની એક એમ કુલ 36 બેગમાં 41.400 મેટ્રીક ટન પાઉડર ભરી ઉત્તરાખંડ જવા રવાના થયો હતો. જે બાદ તેમણે ટ્રેલરના માલિકના ખાતામાં એડવાન્સ રૂપિયા જમાવ કરવા માટે તેનો એકાઉન્ટ નંબર માંગતાં તેણે આપ્યો ન હતો. તેમજ ડ્રાઇવરે પણ નંબર નહીં આપતાં બન્નેનો વારંવાર સંપર્ક કરતાં તેમના નંબર સ્વિચઓફ આવતાં હતાં. બાદમાં તપાસ કરતાં માલ ઉત્તરાખંડ પણ પહોંચ્યો ન હોવાનું જણાતાં આખરે તેમણે દહેજ મરીન પોલીસ મથકે ચિતોડગઢ રહેતા ટ્રેલરના ડ્રાઈવર મનમોહન જગપાલ ગુર્જર સામે રૂપિયા 60 લાખ 33 હજારનો સફેદ પાવડર સગેવગે કરી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

Facebook Comments Box

Videos

Our Partners