પોપ્યુલર શો બાલિકા વધૂ સહિત અનેક મોટા શો અને ફિલ્મોનો હિસ્સો રહી ચુકેલા અભિનેત્રી સુરેખા સીકરીનું 75 વર્ષની ઉંમરે અવસાન થયું છે. નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી સુરેખા સીકરીનું મુંબઈમાં અવસાન થઈ ગયું છે. રિપોર્ટ્સ મુજબ, અભિનેત્રીનું અવસાન આજે સવારે હાર્ટએટેકના કારણે થયું છે. તે બીજા બ્રેન સ્ટ્રોકના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેમની તબિયત ખરાબ રહેતી હતી.

સુરેખા સીકરીના અવસાનની જાણકારી તેમના મેનેજરે આપી દીધી છે. મેનેજરે મીડિયાને જાણકારી આપી છે કે, દુઃખનો વિષય છે કે, સુરેખા જી રહ્યા નથી. 75 વર્ષની ઉમરમાં આજે સવારે તેમનું અવસાન થઈ ગયું છે. બીજા બ્રેન સ્ટ્રોક બાદ તે ઘણા મુશ્કેલીમાં હતા. અભિનેત્રી ઘણા સમયથી બીમાર ચાલી રહી હતી. ૨૦૨૦ માં સુરેખા બ્રેન સ્ટ્રોકની શિકાર થઈ ગઈ હતી.

સુરેખા સીકરીના અવસાનથી બોલિવુડ અને ટીવી કોરિડોરમાં શોકની લહેર પ્રસરી છે. અનેક સેલેબ્સે સુરેખા સીકરીના અવસાનને લઈ દુખ વ્યક્ત કર્યું હતું. સુરેખા સીકરીના ચાહકો સહિત અનેક સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સુરેખા સિકરીને ત્રણ વાર નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. સુરેખાએ બધાઇ હો અને બાલિકા વધૂ જેવી હિટ અને પોપ્યુલર સિરીયલ તેમજ ફિલ્મોમાં યાદગાર રોલ નિભાવ્યા છે. સુરેખાએ થિયેટર, ફિલ્મ અને ટીવીમાં ખૂબ કામ કર્યું છે. તેમને વર્ષ ૧૯૭૮ માં પોલીટીક્સ ડ્રામા ફિલ્મ કિસ્સા કુર્સીથી ડેબ્યુ કર્યું હતું. સુરેખા ત્યાર બાદ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સુરેખા સીકરીએ બાલિકા વધૂમાં દાદી સાનો રોલ ભજવ્યો હતો અને આ રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

સુરેખા સિકરીનો જન્મ યુપીમાં થયો હતો અને પોતાનું બાળપણ અલ્મોરા અને નૈનીતાલમાં પસાર કર્યું હતુ. જયારે તેમને તેમનો અભ્યાસ અલીગઢ મુસ્લિમ યુનીવર્સિટીમાંથી કર્યો હતો અને ત્યારબાદ તેમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોઇ થયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud