• કરજણ ઉભા બજારમાં બે આખલા બાખડ્યા
  • બે આખલા બાખડતા બજારમાં થોડાક સમય માટે સન્નાટો છવાયો
  • લારી ગલ્લાવાળા અને વાહન ચાલકોમાં ડરનો માહોલ સર્જાયો

WatchGujarat.રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દિવસે-દિવસો વધતો જાય છે એ પછી ગામડુ હોય કે સિટી. જાહેર રસ્તા પર રખડતા ઢોરનો આતંક ક્યારેક એટલો વધી જાય છે લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે. આવુ જ કંઇ બન્યુ હતુ વડોદરાના કરજણમાં.અહી બે આખલા એવા બાખડીયા છે લોકોનો જીવ અધ્ધર થઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના કરજણ ઉભા બજારમાં બે આખલા બાખડ્યા હતા.કરજણબજાર માં બે આખલા બાખડતા બજારમાં થોડાક સમય માટે સન્નાટો છવાયો હતો. લારીગલ્લા વાળાઓનો થોડા સમય માટે તો જીવ તાળવે ચોટી ગયો હતો. કારણ કે બજારના મેન રોડ પર બે આખલા એવા ભાખડ્યા હતા કે લારી ગલ્લાવાળા અને વાહન ચાલકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. આવા ડરના માહોલ વચ્ચે એક રાહદારીએ જીવના જીખમે બંને આખલાઓને છુટા પાડ્યા હતા. જેથી રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સમજદારી પૂર્વક આખલાને છુટા પાડી દેવાતા સદનિસબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ રાજ્યમાં રોજ-રોજ રખડતા ઢોરના આતંકની ફરિયાદો વધતી જાય છે. ખરેખરે તંત્રએ આ મામલે સાવચેતીના પગલાં લેવા ખૂબ જરૂરી છે.

Facebook Comments Box

Videos

Our Partners