વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડ્યા
વિદેશી દારૂનો ક્વોલીટી કેસ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
બન્ને ઇસમો સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
WatchGujarat.ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રોજ-બરોજ પોલીસ અનેક કિસ્સાઓમાં દારૂની હેરાફેરી કરતા ઇસમો અને દારૂનો જથ્થો જપ્ત કરે છે. ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે દારુ-જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ આયરતા ઇસમોને પકડી પાડ્યા છે. કુલ રૂ. 4,44,550નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ગતરાત્રે ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન કોઇને શક ન જાય તે માટે કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. બાતમીનાં આધારે ભારત પેટ્રોલ પંપની બાજુની ગલીમાં, સરદાર એસ્ટેટ રોડ નંબર 4માં એક સફેદ કલરની કાર સુધી ટીમ પહોંચી હતી. રેડ પાડતા કાર અને તેમાં બે ઇસમો રાહુલભાઇ રમેશભાઇ રાજપુત(રહે.વડોદરા) અને ગોપાલભાઇ ભાથાભાઇ ભરવાડ (રહે વડોદરા) બેઠા હતા. કારની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારુ રોયલ વ્હીસ્કી બ્રાન્ડના 180 મીલી ભરેલ પાઉચ થેલીઓ તથા પુઠાના બોક્સ તથા રાજસ્થાન પાસીંગની નંબર પ્લેટો મળી આવી હતી. આ બન્ને ઇસમો પાસે વિદેશી દારુ રાખવા તથા હેરાફેરી કરવાની પાસ પરમીટ માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવ્યું હતુ. પોલીસે કુલ પાઉચ 1950 નંગ જેની કિંમત રૂ.1,36,500, 3 મોબાઇલ,આઇ-10 કાર, બે નંબર પ્લેટ, રોકડા રૂ.750 મળી રૂ. 4. 44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલ બન્ને ઇસમો સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ
આરોપી રાહુલ રાજપુત અગાઉ પણ બાપોદ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં પકડાયેલ છે અને આરોપી ગોપાલ ભરવાડ અગાઉ ક્રાઇમ બ્રાંચમાં હથિયારો સાથે ગેરકાયદેસર મંડળી બનાવવાના ગુનામાં પકડાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દારુના ગુન્હામાં પકડાયેલા આરોપીઓ ફરી પોતાની પ્રવૃત્તિઓ છોડતા નથી .ફરી એ જ આરોપીઓ દારુના ગુન્હામાં જ પકડાતા પોલીસ માટે પડકારરૂપ સાબિત થાય છે. આ પ્રકારના દારુ-જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે. બીજી બાજુ દર વર્ષે પોલીસ કરોડોના દારુનો નાશ કરે છે. જેમ-જેમ નાશ કરે છે તેમ-તેમ દારૂ પકડાવાનાં ગુન્હા પણ આવતા રહે છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ પકડવાના ગુન્હા અટકવાનુ નામ લેતા નથી.