• કાપોદ્રા પોલીસ મથકના બે કર્મીઓ બોગસ રસીદ બનાવી રૂપિયા પડાવતા હોવાનું બહાર આવ્યું
  • લકઝરી બસના ડ્રાઈવરને ડુપ્લીકેટ રસીદ આપી રૂ. 1 હજાર પડાવ્યા
  • મામલો બહાર આવતા સુરત ક્રાઈમ બ્રાંચને તપાસ સોપવામાં આવી
  • ડીસીબી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

WatchGujarat. સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને ઓપરેટર દ્વારા લકઝરી બસના ડ્રાઈવરને ડુપ્લીકેટ રસીદ આપી 1 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર મામલો બહાર આવતા સુરત ક્રાઈમ બ્રાંચને તપાસ સોપવામાં આવી છે. જયારે ડીસીબી પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે.

સુરતમાં વરાછા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા બાદ હવે કાપોદ્રા પોલીસ મથકના બે કર્મીઓ બોગસ રસીદ બનાવી રૂપિયા પડાવતા હોવાનું બહાર આવ્યું છે. ઘટના કઈક એમ છે કે શહેર ટ્રાફિક શાખા સર્કલ 1 રીજીયન 1 માં લોક રક્ષક કનુભાઈ દિનેશભાઈ ભાટી પેટ્રોલીગ તથા ઇન્ફોરસમેન્ટ તરીકે કામ કરે છે. ગતરોજ તેઓ રાબેતા મુજબ કામગીરી કરી રહ્યા હતા તે વેળાએ સીમાડા ચેક પોસ્ટ પાસે એક લકઝરી બસને રોકી હતી. અને જાહેરનામાં બાબતે નો એન્ટ્રીનો સમય હોવા છતાં સિટીમાં આવવા બાબતે કારણ પૂછતા જ બસ ક્લીનર દ્વારા થોડા સમય પહેલા જ દંડ ભર્યાની રસીદ બતાવી હતી. તેઓએ રસીદ જોતા રસીદમાં સુરત પોલીસ કમિશ્નરનો સિક્કો ના હતો. જેથી તેઓને આ રસીદ બાબતે શંકા ગયી હતી. અને તેઓની સાથે ફરજ બજાવી રહેલા એએસઆઈને જાણ કર્યા બાદ પોલીસ મથક અને ટ્રાફિક શાખામાં તપાસ કરી હતી પરંતુ ક્યાંયથી પણ આ રસીદ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું ના હતું.

જેથી તેઓએ બસ ક્લીનરને પૂછતા બસ કલીનરે આ રસીદ હીરાબાગ બ્રીજ ઉતરતી વેળાએ પીસીઆર ગાડી ઉભી હતી અને તેઓએ આ રસીદ આપી હોવાનું જણાવ્યું હતું. જેથી આ રસીદ બાબતે કાપોદ્રા પોલીસ મથકમાં તપાસ કરાઈ હતી પરંતુ ત્યાંથી પણ આ રસીદ ઈશ્યુ કરાઈ ના હોવાનું બહાર આવ્યું હતું.  અને ત્યારબાદ ઉપલી અધિકારીઓને આ મામલો ધ્યાને આવ્યો હતો અને ઉપલી અધિકારીઓએ તપાસ કરતા કાપોદ્રા પોલીસ મથકમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા લોકરક્ષક પ્રતાપભાઇ લખુભાઇ અને ઓપરેટર લોકરક્ષક રમીજ અનવરભાઇએ પોતાના મેળાપીપળામાં આ રસીદ બનાવી હોવાનું બહાર આવ્યું હતું જેથી બંને કર્મચારીઓ સામે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

ડીસીપી સજ્જનસિહ પરમારે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બંને કર્મચારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ સમગ્ર મામલાની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી છે. આ ઉપરાંત બંનેના કર્મચારીઓના ઘરે તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી પણ આ બોગસ રસીદની બુકો પણ કબજે કરવામાં આવી હતી. બંને કર્મચારીઓ છેલ્લા 6 થી 8 મહિનાથી આવી રીતે બોગસ રસીદો થકી રૂપિયા ઉઘરાવતા હોવાનું કબુલાત કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners