• પાંડેસરા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પમ્પ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો
  • કર્મચારીઓ સાથે મારામારી કરી, પેટ્રોલ પંપને દીવાસળી ચાંપી સળગાવી દેવાનો પ્રયાસ પણ કરાયો
  • સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ

WatchGujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પમ્પ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં પેટ્રોલ પંપને દીવાસળી ચાંપી સળગાવી દેવાનો પ્રયાસ પણ કરાયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.

સુરતમાં અવાર નવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. જેમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર બે અસામાજિક તત્વો પેટ્રોલ પુરાવા આવ્યા બાદ કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ત્યાં મારામારી કરી હતી. એટલું જ નહીં અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપ ને દિવાસળી ચાંપી સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા કેદ થઇ જવા પામી છે. જેમાં જોઇ શકાય છે કે પેટ્રોલ પુરાવા આવેલા અસામાજિક તત્વો પેટ્રોલ પુરાયા બાદ ત્યાંના કર્મચારી સાથે માથાકૂટ કરે છે. અને ત્યાર બાદ મારામારી કરે છે. એટલું જ નહીં પેટ્રોલ પંપની સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં પાંડેસરા પોલીસે ગુરુ નોંધી તપાસ શરૂ કરી છે.

પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ભેસ્તાન નવસારી રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપની છે. ત્યાં શનિવારે વહેલી સવારે કેટલાક લોકો પેટ્રોલ પુર આવ્યા હતા અને ત્યારબાદ આ ઘટના બની હતી. આ મામલે બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

પેટ્રોલ પંપના માલિક દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે વહેલી સવારે બની હતી. મેનેજરે આ બનાવની જાણ કરી હતી જેથી આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ શરૂ કર્યા અને હજુ છ મહિના થયા છે અમારે કોઈ સાથે દુશ્મની નથી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક અવારનવાર પ્રકાશમાં આવે છે. ત્યારે વધુ એક વખત આ ઘટના સામે આવી છે. જેમાં જોઈ શકાય છે પેટ્રોલ પુરાવા આપ્યા બાદ અસામાજિક તત્વો એ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. જોકે તે સમયે કર્મચારી બે હાથ જોડીને માફી માગી રહ્યો હતો. તેમ છતાં તને માર મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ ઘટનાને લઇને સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. કારણકે થોડી પણ બેદરકારીને કારણે આખો પેટ્રોલ પમ્પ સળગી શકે તેમ હતો. ત્યારે પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners