•  હજી પણ કોરોનાની વેકસીન ન લીધી હોય તો ચેતીજાઓ
  •  અંકલેશ્વરના વૃદ્ધ મહિલા અને પુરૂષના કોરોનામાં મૃત્યુ થતા 4 કલાકમાં બે મૃતદેહો આવ્યા
  • ત્રીજી વેવમાં કોવિડ સ્મશાનમાં 4 ચિતાઓ અત્યાર સુધી સળગી

WatchGujarat.ભરૂચ જિલ્લાની પ્રજાએ હજી પણ કોરોનાની રસી લીધી ન હોય તો ચેતી જવા રૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના પ્રથમ ભરૂચ કોવિડ સ્મશાનમાં શુક્રવારે 4 કલાકમાં 100 દિવસ બાદ 2 મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવ્યા હતા.

હજી પણ ભરૂચ જિલ્લામાં કોરોના વેકસીનનું સુરક્ષા કવચ લેવામાં લોકો આનાકાની કરી રહ્યાં છે, ત્યારે ત્રીજી લહેરમાં 100 દિવસ બાદ રસી નહિ મુકવનાર બે કોરોના પોઝિટિવ વૃધ્ધોના મૃત્યુની ઘટના સામે આવી છે.

શુક્રવારે સવારે કોવિડ સ્મશાનમાં સવારે 10 કલાકે અંકલેશ્વરની જલધારા ચોકડી ખાતે આવેલી રિયલ રેસિડેન્સીમાં રહેતા 84 વર્ષીય સુભાષચંદ્ર અમરનાથ ગોયેલનો મૃતદેહ લવાયો હતો. જેઓ ગત 18 જાન્યુઆરીએ કોરોના સંક્રમિત થયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ પામ્યા હતા.

કોવિડ સ્મશાનમાં એક ચિતા સળગી રહી હતી ત્યાં જ બપોરે 2 કલાકે અંકલેશ્વરના જ કોસમડી ગામે રેહતા 75 વર્ષીય જમનાબેન ગિરધરભાઈ પરમારનો મૃતદેહ અગ્નિદાહ માટે આવ્યો હતો. જેઓ કોરોના પોઝિટિવ આવતા 26 મી એ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બંને વૃધ્ધોએ કોરોના રસીનો એક પણ ડોઝ લીધો ન હતો. ત્રીજી વેવમાં ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 4 મૃતકોના અગ્નિ સંસ્કાર કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners