• વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી મહી નદી ખાતેના દોડકા કુવાનું પંપીંગ બંધ રહેશે
  • એક દિવસમાં બે કરોડ લીટર પાણીની ઘટ પડશે
  • બે દિવસ સુધી વીએમસી 2 અને 3ના ફીડરથી વીજ પુરવઠો બંધ રહેશે

 Watchgujarat.શહેરમાં બે સુધી અમુક લોકોને પાણીની હાડમારી સહન કરવાનો વારો આવશે. કારણ કે નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટની કામગીરી કરવા માટે તારીખ 8 અને 10 ના રોજ મધ્ય ગુજરાત વીજ નિગમ દ્વારા નંદેસરી સબડિવિઝનના 11 કે વી ફિડરો પરથી વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર હોવાથી વડોદરામા બે દિવસ પાણીનો કકળાટ સર્જાશે.

મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ મહી નદી ખાતે કોર્પોરેશનના ચાર ફ્રેન્ચ કુવા છે. જેમાં રાયકા, દોડકા ,પોઇચા અને ફાજલપુર નો સમાવેશ થાય છે. દોડકા ફ્રેન્ચ કુવા ખાતેથી પાણી મેળવતી નોર્થ હરણી ટાંકી ,સમા ,કારેલીબાગ, આજવારોડ, નાલંદા, ગાજરાવાડી ,સયાજીબાગ, જેલ, માંજલપુર અને લાલબાગ ટાંકી તેમજ એરપોર્ટ બુસ્ટર, વારસિયા ,ખોડીયાર નગર બુસ્ટર પરથી સાંજનું પાણી તારીખ 8 અને 10 એમ બે દિવસ લો પ્રેસરથી અને ઓછું મળશે.

આમ, આશરે 6 લાખથી વધુ વસ્તીને બે દિવસ સુધી પાણીની હાડમારી ભોગવવી પડશે. કુવાના પંપો બંધ રહેતા એક દિવસમાં બે કરોડ લીટર પાણીની ઘટ પડશે. 66 કેવી રાણીયા -પોઇચા અને નંદેસરી -પોઇચા લાઈનની વચ્ચેનો હિસ્સો કે જે દોડકા ગામમાંથી પસાર થાય છે અને નંદેસરી સબ ડિવિઝન હેઠળ આવે છે ત્યાં સ્ટ્રિંગ વર્કની કામગીરી કરવાની હોવાથી ઉકત લાઇન ને ક્રોસ કરતી 11 કેવીની લાઈન પર શટ ડાઉન લેવામાં આવશે. જેથી બે દિવસ સુધી વીએમસી 2 અને 3ના ફીડરથી વીજ પુરવઠો બંધ રહેશે. જેની અસર દોડકા કુવાના પંપીંગ પર પડશે. આખો દિવસ વીજપુરવઠો બંધ રહેતા પંપીંગ ઓછું થતાં પાણી પુરવઠામાં ઘટ પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud