પૂર્વ ક્રિકેટરની માતાનાં આક્ષેપો બાદ તો પોલીસ આ કાળા કારોબરનો પર્દાફાશ કરવા રીતસર તૂટી પડી છે
માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે જ જંગલેશ્વરના વધુ બે શખ્સને ભકિતનગર પોલીસે ઝડપી પાડ્યા
ત્રીજો શખ્સ પોલીસને ચકમો આપી રિક્ષામાંથી ભાગી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી
પકડાયેલા બંને શખ્સોની પુછતાછમાં ગાંજો નામચીન મહિલા ગુડ્ડીએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું
WatchGujarat. શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દારૂની સાથે-સાથે માદક પદાર્થની હેરાફેરી અટકાવવા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પૂર્વ ક્રિકેટરની માતાનાં આક્ષેપો બાદ તો પોલીસ આ કાળા કારોબરનો પર્દાફાશ કરવા રીતસર તૂટી પડી છે. ત્યારે માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે જ જંગલેશ્વરના વધુ બે શખ્સને ભકિતનગર પોલીસે ઝડપી પાડ્યા છે. જો કે ત્રીજો શખ્સ પોલીસને ચકમો આપી રિક્ષામાંથી ભાગી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. પકડાયેલા બંને શખ્સોની પુછતાછમાં ગાંજો નામચીન મહિલા ગુડ્ડીએ મંગાવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ પણ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, બે ત્રણ શખ્સો ગાંજો લઇને રિક્ષામાં નીકળ્યા અંગેની બાતમી મળતાં પોલીસે કોઠારીયા રોડ જુની સૂર્યોદય સોસાયટી રોડ નજીકમાં વોચ ગોઠવી હતી. દરમિયાન શેરખાન ઉર્ફ શેરીયો બહાદુરખાન પઠાણ તેમજ જાહીદ ઉર્ફ જાવલો ઉર્ફ શાહરૂખ અબ્દુલભાઇ આદમાણી રૂ. 76 હજારના 7.600 કિ.ગ્રા. ગાંજા સાથે રિક્ષામાં નીકળ્યા હતા. પોલીસે આ બંનેને પકડી લઇ રોકડા રૂ. 1910 ગાંજો અને રિક્ષા મળી રૂ. 1,42,910નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે પોલીસે રિક્ષા આંતરી ત્યારે ત્રીજો શખ્સ જંગલેશ્વર-૨માં રહેતો અફઝલ સિપાહી ભાગી ગયો હતો.
બીજીતરફ પકડાયેલા બંનેની પુછતાછમાં પોતે સુરતના કડોદરા ચાર રસ્તેથી છોટુ નામના શખ્સ પાસેથી ગાંજો જંગલેશ્વરની ગુડ્ડી ઉર્ફ રોશન અબ્દુલા ઉર્ફ દુલિયો ભીખુભાઇ સંધી માટે લાવ્યા હોવાનું અને તેને આપવા જતા હોવાનું કબૂલ્યું છે. શેરખાન હજુ એકાદ મહિના પહેલા જેલમાંથી છુટ્યો છે. ફરી ગાંજા સાથે પકડાયો છે. જ્યારે જાહિદ અગાઉ દુષ્કર્મનાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે નાસી છૂટેલા અફઝલ સિપાહી અને ગાંજો જેના માટે મંગાવાયો હતો તે જંગલેશ્વરની ગુડ્ડી ઉર્ફ રોશનની શોધખોળ હાથ ધરી છે. સાથે જ ઝડપાયેલાં બંનેની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
- પૂર્વ ક્રિકેટરની માતાનાં આક્ષેપો બાદ તો પોલીસ આ કાળા કારોબરનો પર્દાફાશ કરવા રીતસર તૂટી પડી છે
- માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે જ જંગલેશ્વરના વધુ બે શખ્સને ભકિતનગર પોલીસે ઝડપી પાડ્યા
- ત્રીજો શખ્સ પોલીસને ચકમો આપી રિક્ષામાંથી ભાગી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી
- પકડાયેલા બંને શખ્સોની પુછતાછમાં ગાંજો નામચીન મહિલા ગુડ્ડીએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું