• 212 કરોડના ખર્ચે ઉધના રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થશે, ટેન્ડર ઈશ્યુ કરાયા
  • વારાસણી બાદ સૌપ્રથમ વખત ઉધના રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ કોનકોર્સ એરિયા બનાવાશે
  • ઉધના સ્ટેશનને નવી થીમ સાથે ડેવલપ કરવામાં રેસ્ટોરાં અને બાળકો માટે રમતનાં સાધનો પણ મુકાશે
  • 2060ની સાલ સુધીમાં ઉધના રેલવે સ્ટેશનેથી દૈનિક 1.01 લોકો અવરજવર કરશે તેવો અંદાજ

WatchGujarat. ગુજરાતના ઉધના રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. જે માટે ટેન્ડર ઈશ્યુ કરી દેવાયા છે. મહત્વનું છે કે રૂ.212 કરોડના ખર્ચે ઉધના રેલવે સ્ટેશન પર એલિવેટેડ કોનકોર્સ તૈયાર કરાશે. ગુજરાતમાં સૌપ્રથમ વખત એલિવેટેડ કોનકોર્સ એરિયાનું નિર્માણ થવા જઈ રહ્યું છે. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એક-બે ઉપર 40 મીટર પહોળો, 60 મીટર લાંબો એલિવેટેડ એરિયા બનાવાશે.

મીડિયા અહેવાલ મુજબ આગામી મે 2022 સુધીમાં આ રિડેવલપમેન્ટ માટે ટેન્ડર ફાળવી દેવાશે તેવી શક્યતા છે. નોંધનીય છે કે વારાસણી બાદ ગુજરાતમાં સૌપ્રથમ વખત ઉધના રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ કોનકોર્સ બનાવવામાં આવશે. આ રિડેવલપમેન્ટ અંતર્ગત ઉધનાના પ્લેટફોર્મ નંબર 1 અને 2 ની ઉપર 9 મીટરની ઊંચાઈએ 40 મીટર પહોળું અને 60 મીટર લાબો એલિવિટેડ એરિયા બનાવાશે. જેમાં ચાર લિફ્ટ, ત્રણ એસ્કેલેટર્સ હશે. આ ઉપરાંત દરેક પ્લેટફોર્મ પર પહોંચી શકાય તેવી રીતે એસ્કેલેટર ગોઠવવામાં આવશે.

કઈ કઈ સુવિધા ઉભી કરાશે

  • રેલવે સ્ટેશન પર બાળકો માટે રમતનાં સાધનો અને એક રેસ્ટોરન્ટ પણ બનાવાશે
  • સ્ટેશન પર બેઠા બેઠા મુસાફરો અવરજવર કરતી ટ્રેન જોઈ શકે તે માટે અહીંયા યાત્રીઓ માટે વેઈટિંગ એરિયાની સુવિધા ઉભી કરાશે
  • આ એરિયામાં લાગેલા એસ્કેલેટર્સ એવી ગોઠવવામાં આવશે કે મુસાફારો ઈચ્છે તે પ્લેટફોર્મ પર સરળતાથી એસ્કેલેટર્સની મદદથી જઈ શકશે
  • એરપોર્ટની જેમ વેઈટિંગ લોંજમાં કઈ ટ્રેન ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની માહિતી માટે એલઈડી લગાડાશે
  • ઉધના રેલવે સ્ટેશન 2 એલિવેડિટ કોનકોર્સ એરિયામાં બનાવાયેલા વેઈટિંગ લાંઉજમાં બેઠા બેઠા યાત્રીઓ પ્લેટફોર્મ પર આવતી-જતી ટ્રેનને નિહાળી શકશે
  • વેઈટિંગ એરિયામાં મૂકવામાં આવેલી એલઈડી પર કઈ ટ્રેન ક્યા નંબરના પ્લેટફોર્મ ઉપર કેટલા વાગ્યે આવશે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે

વર્ષ 2060ની સાલ સુધીમાં ઉધના રેલવે સ્ટેશનેથી દૈનિક 1.01 લોકો અવરજવર કરશે તેવો અંદાજ

હાલમાં 2060માં ઉધના સ્ટેશને મુસાફરોની જે ભીડ થશે તેને ધ્યાને લઈ ડેવલપમેન્ટ કરવા પ્લાનિંગ કરાયું છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉધના રેલવે સ્ટેશન પર 2018માં 37,607 મુસાફરો રોજિંદા અવરજવર કરતા હતા. જ્યારે રિડેવલપમેન્ટ બાદ પૂર્વ તરફથી પણ પ્રવેશદ્વાર બનાવાની યોજના છે. તેમજ ડેવલપમેન્ટ સાથે તાપ્તિલાઈનની ટ્રેનો ઉધનાથી દોડાવાશે. જેના કારણે ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓની અવરજવર પણ વધી જશે. આગામી 2040 સુધીમાં 75,290 મુસાફરો જ્યારે 2060 સુધીમાં દરરોજ 1,01825 યાત્રી અવરજવર કરશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners