ઉત્તરાયણમાં છવાયો પેપર લીક કાંડ
નારાજ બેરોજગાર યુવાનોએ ઠાલવ્યો આક્રોશ
ભ્રષ્ટાચાર વિરોધી સ્લોગન સાથે ચગાવ્યા પતંગ
WatchGujarat. ગતરોજ ઉત્તરાયણના પર્વ ઉજવવાના બદલે પરીક્ષાઓમાં રાત દિવસ એક કરનારાઓએ સરકારની ફિરકી લીધી હતી. ભાજપના આસીત વોરાના બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક ભરતી પરીક્ષાઓના પેપરલીક કાંડથી લઈને ઉર્જા વિભાગની કંપનીઓના ઓનલાઇન ભરતી કૌભાંડ સામે રાજ્ય સરકારે હજુ સુધી કોઇ કાર્યવાહી ન કરતાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સાબરકાંઠાના હજારો યુવાનો તેમનો વિરોધ પ્રદર્શન દર્શાવવા બેરોજગારીનો પતંગ મહોત્સવ ઉજવ્યો હતો.
ઉત્તરાયણના પર્વ ઉજવવાના બદલે પરીક્ષાઓમાં રાત દિવસ એક કરનારાઓએ સરકારની ફિરકી લીધી અને તેમની પતંગ ઉપર જુદા જુદા સ્લોગન્સ લખીને પતંગ ચગાવ્યા હતા. જેમાં નીચે મુજબના વિવિધ સ્લોગન માર્યા હતા.
- સીબીઆઈ તપાસની માંગ સરકાર બની બેકાર વિદ્યાર્થીઓ બન્યો બેરોજગાર….
- વિદ્યાર્થીઓ હતા આશાવાદી પરંતુ બન્યા નિરાશાવાદી…
- વિદ્યાર્થીઓને નથી રહ્યો હવે વિશ્વાસ બસ સીબીઆઇની તપાસ એ જ અમારી માંગ…
- સારુ છે પતંગ ચગાવવા માં સેંટીગ નથી થતા..
બાકી આજે નેતાઓ ના છોકરા ગોદડિયા દોર થી બેરોજગાર ની પતંગ લુંટી લેત
- જેને જેને છાવરે છે સરકાર… એ જ લોકો ડૂબાડશે આ સરકાર…
- આજે ઉજવાય છે પતંગોત્સવ,
કાલે ફરી થશે પરીક્ષાના પેપર ફુટોત્સવ
પછી થશે સરકારના પેપર નહી ફૂટવાના નાટકોત્સવ
પછી તપાસના કરશે ફાકોત્સવ
પછી થશે વિદ્યાર્થીઓના સપનાઓના મુત્યુઓત્સવ
તોય સરકાર ચૂંટણી માં કરશે ગાપોત્સવ
- સપનાઓના પતંગ અમારા હાથોહાથ કપાઈ ગયા,
મહેનતના ધાગા ચોરી સામે સાવ કાચા જ પડ્યા!
- આકાશ જેવડી વેદનાઓ ક્યાં જઈ ઠાલવીએ હવે,
બધા ઠર્યા ચોર અહીયા કોને કહીએ સંવેદનાઓ!