• 27- 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે ગૃહમંત્રી અમિત શાહ
  • ગાંધીનગરના ભાટ અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટને અમિત શાહ ખુલ્લો મૂકશે
  • અમિત શાહનાં ગુજરાત પ્રવાસથી ભાજપમાં હલચલ તેજ થઈ

WatchGujarat. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 નવેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના ભાટ અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટને અમિત શાહ ખુલ્લો મૂકશે. આ ઉપરાંત અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.

જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27- 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે ત્યારબાદ તેમના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 નવેમ્બરે અમિત શાહ અમૂલના મિલ્ક પાઉડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં અમૂલ ડેરી ખાતે મિલ્ક પાઉડર પ્લાન્ટ બનાવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રીની અચાનક મુલાકાતને લઇને રાજકીય અટકળો પણ તેજ બની છે. છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની મુલાકાતો વધી ગઇ છે. જેને લઇને આ વખતે પણ તેમના ગુજરાત પ્રવાસના પગલે ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ છે. ચૂંટણીઓને લઈને પણ અમિત શાહની મુલાકાત વિશેષ માનવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud