ચેમ્બર ઓફ કોમર્સ અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા દુબઈ ખાતે એક મહત્વનું આયોજન કરાશે
આગામી 19 થી 21 ફેબ્રુઆરી સુરતના ફેબ્રિક્સ, ગારમેન્ટ્સનું દુંબઈમાં એક્સ્પો યોજાશે
આ એક્સ્પો માટે 2 હજાર બાયર્સને આમંત્રણ અપાયું
સુરતના ઉદ્યોગકારોને યુરોપિયન દેશો સહિત વિશ્વભરમાં બિઝનેસ મળે તે માટે કરાશે પ્રયાસ
WatchGujarat. સુરતના કાપડ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપરની તક મળે તે માટે એક મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ અને ફનફ્રીડમ સંસ્થા સાથે મળીને 19થી 21 ફેબ્રુઆરી સુધી દુબઇમાં ‘ઈન્ડિયન ટેક્સટાઇલ એક્સ્પો’નું આયોજન કરવા જઈ રહી છે. આ હજાર બાયરોને એક્ઝિબીશનની મુલાકાત લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
કોરોના મહામારીમાં તમામ ઉદ્યોગો ભાંગી પડ્યા હતા. ત્યારે હવે ધીમે ધીમે ઉદ્યોગોની ગાડી પાટા પર આવી છે. જેમા સુરતના કાપડ ઉદ્યોગસાથે જોડાયેલા લોકોને વધારે તક મળતી થઈ છે. દેશભરમાં સુરતના કાપડ ઉદ્યોગને બિઝનેસ મળ્યું છે. ત્યારે હવે સુરતના આ ઉદ્યોગકારોને યુરોપિયન દેશો સહિત વિશ્વભરમાં બિઝનેસ મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ અને ફનફ્રીડમ સંસ્થા સાથે મળીને દુબઇમાં ‘ઈન્ડિયન ટેક્સટાઇલ એક્સ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોના 100 સ્ટોલ હશે. મહત્વનું છે કે 2 હજાર બાયરોને આ એક્ઝિબીશનની મુલાકાત લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
દુબઇમાં ‘ઈન્ડિયન ટેક્સટાઇલ એક્સ્પો’ થકી સુરતના કાપડ ઉદ્યોગકારોને ચાર પ્રકારના બાયર્સ મળી રહેશે. જેમાં જૂની બિઝનેસ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, નવી સ્થાપિત થયેલી કંપનીઓ, નવો બિઝનેસ શરૂ કરવા માંગતા ઉદ્યોગ સાહસિકો અને બાંગ્લાદેશ તથા અન્ય દેશોના ટ્રેડર્સનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના ખરીદદારો તથા એજન્ટ્સ આ એકઝીબીશનમાં આવશે. આથી એકઝીબીટર્સને કોર્પોરેટ ક્રાઉડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, ફેશન લવર્સ પાસેથી પણ બિઝનેસ મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ એક્ઝિબીશન અંતર્ગત બે દિવસ અગાઉ ૧૯ જાન્યુઆરીના રોજ શહેરની એક હોટલમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે આ એક્સ્પો માટે લોન્ચીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના મંત્રી દીપકકુમાર શેઠવાલા, ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ મીડિયાને જણાવ્યું હતું કે, દુબઇની ખરીદ શકિત વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવાનું તે પ્રવેશ દ્વાર છે. સુરતના કાપડ ઉદ્યોગકારોએ આયાત સામે નિર્યાત વધારી છે. આથી સુરતના ફેબ્રિક્સ-ગારમેન્ટ ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળી રહેશે.
આ ઉપરાંત ફનફ્રીડમ સંસ્થાના સ્તુતી ગંગવારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, એક્સ્પોમાં 2 હજારથી વધુ બાયર્સને આમંત્રિત કરાશે. જેમાં ઇન્ટરનેશનલ ફેશન શો પણ યોજાશે. જેમાં સુરતી ઉદ્યોગકારોને ગારમેન્ટ પ્રસ્તૂત કરવાનો મોકો મળશે. આ એક્સ્પોમાં ૧૦૦ જેટલા સ્ટોલ રહેશે અને એમાં માત્ર બાયર્સને જ પ્રવેશ મળશે. આમ સુરતના કાપડ ઉદ્યોગને દુબઈ સહિતના વિદેશમાં બિઝનેસ મળતાં રાજ્યને ગૌરવ મળશે.