• ઉત્તર પાકિસ્તાન તરફનાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે હવામાન વિભાગની આગાહી
  • સૌરાષ્ટ્રમાં રાજકોટ,જામનગર,દ્રારકા,ભાવનગર,કચ્છ હળવા વરસાદની આગાહી
  • આગામી દિવસોમાં ઠંડી જોર પકડે તો નવાઇ નહી

WatchGujarat. હજુ વરસાદ ગયો નથીં હો ? હા એવુ હતુ કે નવરાત્રીમાં પડેલ વરસાદ આ સીઝનનો છેલ્લો વરસાદ હશે.પરંતુ અત્યારે સવારે ઠંડી તો બપોરે તાપ અને વરસાદ ખાબકી પડી તો નવાઇ નહીં.હવામાન વિભાગની વધુ એક આગાહીથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.કારણ કે ઉત્તર પાકિસ્તાન તરફનાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની શક્યતા છે.સાથે આજે મોરબી અને ચોટીલામાં વરસાદનાં હળવા ઝાપટાં પણ પડ્યા હતા.તો વળી કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા હતા.ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં ચોમાસું પણ મોડે-મોડે આવ્યું અને આવ્યું તો એવું આવ્યું કે ખેડૂતોના ઉભા પાકને લેતુ ગયુ.ત્યારે હવામાન વિભાગની આ આગાહી ખેડૂતોની ચિંતા વધારી શકે છે.

આ સાથે શિયાળાની શરૂઆતમાં સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આવતીકાલે પણ રાજ્યનાં અમુક ભાગોમાં વરસાદની આગાહી કરી છે.માટે બે થી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.એટલે કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.રાજ્યામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનાં કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહ્યું હતું.

આવનાર દિવસોમાં અમદાવાદનું તાપમાન આ મુજબ રહેશે

તારીખ                ડિગ્રી(લઘુત્તમ તાપમાન)

25                           21 ડિગ્રી

26                           22 ડિગ્રી

27                           23 ડિગ્રી

28                           22 ડિગ્રી

29                           22 ડિગ્રી

30                           22 ડિગ્રી

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાનાં અંતમાં જ સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાઇ હતી.એવામાં ખેડૂતોનો ઉભો પાક તણાઇ ગયો હતો.એવાંમાં વધુ એક પડ્યા માથે પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.કારણે હાલ સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં વિસ્તારમાં મગફળીની ખેતી ચાલી રહી છે.ખેતરમાં મગફળીનાં પાથરા પડ્યા છે તો ક્યાંક ખેડૂતો મગફળી કાઢી રહ્યા છે.એવામાં આ માવઠું ખેડૂતોની દશા બેસાડી જશે.તો બીજી તરફ ઉત્પાદન ઓછુ થવાને કારણે શાકભાજીનાં ભાવમાં પણ ધરખમ વધારો થયો છે.માટે ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે.આવી કુદરતી આફત સામે સામાન્ય માણસનું જન-જીવન અસ્તવસ્ત થઇ ગયુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud