• ડૉ મનોજ સોની પ્રદીપકુમાર જોશીનું સ્થાન લેશે
  • પ્રદીપકુમારનો કાર્યકાળ 4 એપ્રિલે પુરો થયો
  • મનોજ સોની MS યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચૂક્યા છે

WatchGujarat. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન પદે ડો મનોજ સોનીની નિમણૂંક કરવામાં આવી છે. ડૉ મનોજ સોની પ્રથમ ગુજરાતી હશે, તેઓ આ હોદ્દો સંભાળશે. તેઓ વર્તમાન અધ્યક્ષ પ્રદીપ કુમાર જોશીનું સ્થાન લેશે. તેઓ અગાઉ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચુક્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 17 ફેબ્રુઆરી, 1965માં જન્મેલા મનોજ સોની હવે યુપીએસસીના સભ્ય છે. ડો મનોજ સોની વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સૌથી યુવા વાઈસ ચાલ્સેલર તરીકે રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ 2009 થી 2015 સુધી બાબા સાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચૂક્યા છે.

ઇન્ટરનેશનલ રિલેશન સ્ટડીઝમાં વિશેષતા સાથે પોલિટિકલ સાયન્સના વિદ્વાન ડૉ મનોજ સોનીએ સોનીએ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં 1991 અને 2016 વચ્ચે ઇન્ટરનેશનલ રિલેશન્સનો અભ્યાસ કરાવ્યો છે.

ડૉ. મનોજ સોની ભૂતકાળમાં ઉચ્ચ શિક્ષણ અને જાહેર વહીવટની અનેક સંસ્થાઓના બોર્ડ ઓફ ગવર્નન્સમાં સેવા આપી ચૂક્યા છે. તેઓ ગુજરાત વિધાનસભાના અધિનિયમ દ્વારા રચાયેલી અર્ધ-ન્યાયિક સંસ્થાના સભ્ય પણ રહ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners