WatchGujarat. અમેરિકાના સૈનિકોની છેલ્લી ટુકડી અફઘાનિસ્તાનમાંથી સોમવારે રવાના થઈ ગઈ છે. આ સાથે જ અમેરિકાના 20 વર્ષના યુદ્ધનો અંત આવી ગયો છે. અમેરિકાએ લશ્કરી દળો પરત ખેંચી લેતા તાલિબાનોએ તેનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. દેશના બીજા સૌથી મોટા શહેર કંદહારમાં તાલિબાનીઓ અમેરિકન હેલિકોપ્ટર બ્લેક હોકને ઉડાવતા નજરે પડ્યા. આ હેલિકોપ્ટર ઉડાવી રહેલા તાલીબાનોએ એક લાશને પણ દોરડા વડે બાંધીને લટકાવી હતી અને હેલિકોપ્ટર થોડીવાર સુધી હવામાં ઉડતું જોવા મળ્યું હતું. કેટલાક પત્રકારોએ તાલીબાનની ક્રૂરતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ તાલિબાનના લડાકુઓ કંદહારમાં પેટ્રોલિંગ માટે કરી રહ્યા છે.
https://twitter.com/Holbornlolz/status/1432371405727977472?s=20
આ વીડિયોમાં જોવા મળે છે કે એક યુવકને હેલિકોપ્ટરના નીચેના ભાગમાં લટકી રહ્યો છે. આ વીડિયો જમીન ઉપરથી શૂટ કરવામાં આવ્યો છે જેથી તેનો ખ્યાલ નથી આવતો કે યુવક જીવિત છે કે મૃત્યુ પામ્યો છે. અહેવાલો મુજબ તાલિબાનોએ એક શખ્સની હત્યા કરી તેને દોરડા વડે હેલિકોપ્ટરમાં લટકાવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. તાલિબાન સમર્થિત એક એકાઉન્ટ પર આ વીડિયો મુકવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે, આ અમારું એરફોર્સ છે જે કંદહારમાં પેટ્રોલિંગ કરી રહ્યું છે. આ એકાઉન્ટ તાલિબાન સાથે સંકળાયેલું હોવાનો દાવો કરાયો છે.
અમેરિકાએ જુલાઈમાં અફઘાનિસ્તાનને 7 હેલિકોપ્ટર સપ્લાય કર્યા હતા
એક રિપોર્ટ મુજબ અમેરિકાએ જુલાઈમાં જ અફઘાનિસ્તાનને સાત બ્લેક હોક હેલિકોપ્ટર સપ્લાય કર્યા હતા. આ ઉપરાંત 20 વર્ષમાં સૌથી મોટા પાયે હથિયાર પણ મોકલાયા હતા. હવે આ હથિયારો અફઘાનિસ્તાનમાં જ છુટી ગયા છે અને તાલિબાનના કબ્જામાં છે. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે પોતાના સૈનિકોને પરત બોલાવ્યા તે સાથે જ 73 એરક્રાફ્ટ, કેટલીક હાઈટેક ડિફેન્સ સિસ્ટમ, વેપન સિસ્ટમ્સને નિષ્ક્રિય કરી દીધા છે. સોમવારે અમેરિકન સૈનિકોની છેલ્લી ટુકડી કાબુલ એરપોર્ટથી વિમાનમાં બેસી અમેરિકા આવવા રવાના થઈ હતી. આ સાથે જ તાલિબાનોએ કાબુલ એરપોર્ટ પર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું હતું. તાલિબાનો એરપોર્ટ પર કાર રેસિંગ કરતા તેમજ અન્ય વાહનોને દોડાવતા નજરે પડ્યા હતા. તાલિબાનના નેતા રનવે પર ટહેલતા પણ જોવા મળ્યા હતા.