વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં બે યુવકો દ્વારા દુષ્કર્મ આચર્યાની ચકચારી ઘટના સામે આવી છે
છોકરાઓને ફટકારવા માટે હું બસમાં ટોમી લેવા ગયો તે દરમિયાન બંને છોકરાઓ ફરાર થઇ ગયા હતા – કિશનભાઇ, ડ્રાઇવર
છોકરીને મારી ગાડીમાં મૂકી જવા માટે જણાવ્યું હતું. પરંતુ તેણે ગાડીમાં જવા માટે ઇન્કાર કરી દીધો હતો – ડ્રાઇવર
WatchGujarat. વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટના ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડ ખાતે ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં નવસારીની યુવતીએ આપઘાત કર્યો હતો. આ કેસમાં ખાનગી બસના ડ્રાઇવરે પોતાને જીવનું જોખમ હોવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. ખાનગી બસના ચાલક કિશનભાઇ(નામ બદલ્યું છે)એ જણાવ્યું હતું કે, મારા જીવને જોખમ છે, તેમ છતાં હું મૃતક યુવતીને ન્યાય અપાવવા પોલીસને મદદ કરી રહ્યો છું. કાલે આપણી કોઇ છોકરી સાથે બળાત્કાર ન થાય તે માટે હું મદદ કરી રહ્યો છું. જે ચકલી સર્કલ ખાતે લેવા માટે આવેલી યુવતીની બહેનપણીએ તેની કાળજી રાખી નહોતી. તેની નિષ્કાળજીને કારણે આ ઘટના બની છે.
વડોદરાની NGOમાં કામ કરતી યુવતી સાથે વેક્સીન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ બાદ આપઘાતના પ્રકરણમાં યુવતીને વેક્સિન મેદાનમાંથી તેની બહેનપણી પાસે પહોંચતી કરનાર ખાનગી બસ ચાલકે જણાવ્યું હતું કે, હું વેક્સિન ગ્રાઉન્ડમાં સાંજે 6-55 કલાકે બસ પાર્ક કરવા માટે ગયો હતો. તે સમયે અવાજ સંભળાતા મારી નજર ઝાડ ઉપર પડી હતી. ઝાડ નીચે એક યુવતી અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને પૂછતા તેણીએ કહ્યું કે, મારા ઉપર બે છોકરાઓએ બળાત્કાર કર્યો છે. બંને યુવાનો મારા હાથ બાંધીને અને મોંઢા ઉપર ડૂચા મારી રીક્ષામાં લઇ આવ્યા હતા. અને મારા ઉપર બળાત્કાર કર્યો છે. તે સમયે બે છોકરા પણ ઉભા હતા. છોકરાઓને ફટકારવા માટે હું બસમાં ટોમી લેવા ગયો તે દરમિયાન બંને છોકરાઓ ફરાર થઇ ગયા હતા.
વધુમાં કિશનભાઇએ જણાવ્યું કે, યુવતીને વધુ પૂછપરછ કરતા તેણે કોઇ જવાબ આપ્યો ન હતો. દરમિયાન એક પશુપાલક કાકા આવી પહોંચ્યા હતા. તેઓએ યુવતીને ઓળખતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં હું અને કાકા મોબાઇલ ટોર્ચની મદદથી યુવતીએ બતાવેલા સ્થળ પાસેથી કપડાં અને ચપ્પલ શોધી લાવ્યા હતા. કપડા ફાટેલા હતા. યુવતીને કપડાં આપ્યા બાદ તેણે પહેરી લીધા હતા. કપડાં પહેર્યા બાદ તેણે મારા મોબાઇલ ફોન ઉપર તેની સહેલીને ફોન કર્યો હતો. સહેલીને ચકલી સર્કલ પાસે આવવા માટે જણાવ્યું હતું.
કિશનભાઇએ વધુમાં જણાવ્યું કે, છોકરીને મારી ગાડીમાં મૂકી જવા માટે જણાવ્યું હતું. પરંતુ તેણે ગાડીમાં જવા માટે ઇન્કાર કરી દીધો હતો. આથી હું તેને ચાલતા ચકલી સર્કલ પાસે મુકવા નીકળ્યો હતો. રસ્તામાં ઓટો રિક્ષામાં જવાનું કહ્યું. યુવતીએ રિક્ષામાં જવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. આથી હું અને યુવતી ચાલતા ચકલી સર્કલ પહોંચ્યા હતા. જ્યાં તેની સહેલી આવતા સોંપી દીધી હતી.
કિશનભાઇએ ઉમેર્યું કે, યુવતીની સહેલીને યુવતી સાથે બનેલી ઘટના અંગે મેં જાણ કરી હતી અને જણાવ્યું કે, આપણે પોલીસ ફરિયાદ કરવી જોઇએ. ત્યારે તેની સહેલીએ જણાવ્યું કે, ફરિયાદ કરવી નથી. હું તેની સાથે વાત કરી લઇશ. યુવતીને સોંપ્યા બાદ હું મારા ઘરે જતો રહ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને મારી સાથે ગોપાલકે પણ મદદ કરી છે. આજે પોલીસે મારી આ ઘટના સંદર્ભે પૂછપરછ કરી છે. યુવતી સાથે બળાત્કાર ગુજારનાર યુવાનોના ચહેરા મેં જોયા નથી. પરંતુ, તેઓને ભાગતા જોયા છે. તેઓની ઓટો રિક્ષાનો નંબર પણ જોયો નથી. પરંતુ, તેઓની રિક્ષા ઉભેલી જોઇ હતી.