• પિતાના મૃત્યુ બાદ માતાએ ઘરકામ અને મજૂરી કરીને દિકરીનો ઉછેર કર્યો
  • દિકરીના પ્રથમ લગ્નથી છુટાછેડા થઇ ગયા, ત્યાર બાદ માતાએ દિકરીના પુન લગ્ન કરાવ્યા
  • દિકરીના સતત મનસ્વી વર્તનને કારણે ઘરમાં વાતાવરણ તંગ રહેતું

WatchGujarat. વડોદરાના વારસિયા વિસ્તારમાં પિતાના મૃત્યુ બાદ માતાએ દિકરીને મોટી કરી અને તેને લગ્ન કરાવ્યા હતા. પ્રથમ લગ્નથી છુટાછેડા લીધા બાદ માતાએ દિકરીના પુન લગ્ન કરાવ્યા હતા. જો કે બીજા લગ્ન બાદ દિકરી માતાને ગાંઠતી ન હતી. અને પોતાની મનમરજી મુબજનું જીવન જીવતી હતી. પરિસ્થીતીથી ત્રસ્ત માતાએ આખરે અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, વારસિયા વિસ્તારમાં રહેતા દંપતિને દિકરી સંતાન છે. દંપતિ પૈકી પતિનું અકાળે અવસાન થતા માતાએ લોકોના ઘરકામ અને મજૂરી કરીને દિકરીને ઉછેરી હતી. દિકરીની ઉંમર થતા તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. દિકરીના પ્રથમ લગ્નથી છુટાછેડા થઇ ગયા હતા. ત્યાર બાદ માતાએ દિકરીના પુન લગ્ન કરાવ્યા હતા. જે બાદ દિકરી તેના સાસરે રહેવાની જગ્યાએ પીયર પાછી આવી ગઇ હતી. અને તેને સાસરે પરત જવા કરેલી તમામ સમજાવટ નિષ્ફળ રહી હતી. દિકરી સ્વૈચ્છિક જીવન જીવવા ટેવાયેલી હોવાથી ઘરેથી નોકરી જવાનું કહી ઘરેથી નિકળી જતી હતી.

દિકરીના સતત મનસ્વી વર્તનને કારણે ઘરમાં વાતાવરણ તંગ રહેતું હતું. અને થોડાક દિવસો પહેલા તો દિકરી અને માતાનો ઝગડો પણ થયો હતો. તે દિવસ બાદ દિકરી ત્રણ દિવસથી ઘરે આવી ન હતી. જેથી તેની માચતાએ અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને દિકરીને તેના ઘરે પરત લાવી હતી.

તેની સાથે અભયમ ટીમે દીકરીનું અસરકાર કાઉન્સિલીંગ કર્યું હતું. અને તેને સમજાવ્યું કે, યુવાન વયે વઘુ પડતું બહાર રહેવું કોઈ સમયે જોખમી બની શકે છે. સાસરીમાં રહી ઘર સંસાર સુખરૂપ નિભાવવા અને વિધવા માતા ને હેરાન ના કરવા સમજાવતાં દિકરીએ પોતાની ભૂલ કબૂલી હતી. અને સાસરીમાં રહેવા જવા સંમત થઇ હતી. આમ અભયમની દરમિયાનગીરીને કારણે પારિવારીક મામલો શાંત થયો હતો.

Facebook Comments Box

Videos

Our Partners