WatchGujarat. વડોદરામાં 22 માળની પ્રથમ બિલ્ડીંગ બનીને તૈયાર થઇ ગઇ છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બિલ્ડીંગની ઉંચાઇને લઇને નિયમોમાં ફેરફાર કરવાને કારણે આ શક્ય બન્યું છે. વડોદરા સિવાય અમદાવાદ અને સુરતમાં આ પ્રકારનું માળખું ધરાવતી બિલ્ડીંગ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

વડોદરામાં એલેમ્બિક જુથ અનેક ક્ષેત્રમાં અગ્રણી છે. જુથ દ્વારા ફાર્માસ્યુટીકલ્સ, ગ્લાસ, સહિતની ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેળવી છે. હવે એલેમ્બિક જુથ રીયાલીટી ક્ષેત્રમાં આવી ચુક્યું છે. બેંગ્લોરમાં શહેરી વિસ્તારની જરૂરિયાત પ્રમાણેના ફ્લેટ્સની સ્કિમ તૈયાર કરવામાં આવી છે. જ્યાં સેંકડો પરિવારો સુખ-સુવિધા સાથે રહે છે. એલેમ્બિક રીયાલીટીના ડાયરેક્ટર ઉદીત અમીને વડોદરામાં આકાર લઇ રહેલા પ્રથમ 22 માળના ફ્લેટ્સની સ્કિમ વેદા – 2 અંગે પ્રેસકોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, વડોદરાની પહેલી 22 માળની બિલ્ડીંગ બનીને તૈયાર છે. સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર બાદ આ બિલ્ડીંગ બનાવવું શક્ય બન્યું છે. બિલ્ડીંગ અંગે એરપોર્ટ ઓથોરીટી તથા પાલિકા સહિતની જરૂરી મંજૂરીઓ લેવામાં આવી છે. સરકાર દ્વારા આ પ્રકારના પ્રોજેક્ટને સ્ટાન્ડર્ડ પ્રક્રિયા અનુસરીને મંજૂરી આપવામાં આવે છે.

ઉદીત અમીને જણાવ્યું કે, આ બિલ્ડીંગમાં પાણી રીસાયકલ કરીને ઉપયોગમાં લઇ શકાય તેની વ્યવસ્થા છે. તથા તેની બનાવટમાં ફ્લાઇંગ એશથી બનાવવામાં આવેલી બ્રિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ઘરનું તાપમાન નીચું રાખવામાં મદદરૂપ થાય છે. કોરોના કાળમાં બિલ્ડીંગનું બાંધકામ પડકારજનક હતું. પરંતુ અમારી સક્ષમ ટીમે બધુ મેનેજ કરીને ટીમ વર્ક સાથે કામ પાર પાડ્યું છે. હાલ બિલ્ડીંગનું માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે. હજી ઘણી કામગીરી બાકી છે. આવનાર સમયમાં એલેમ્બિક જુથ દ્વારા અનેક રીયાલીટી પ્રોડેક્ટ્સ કરવામાં આવશે. જે અંગે હાલ અમારી ટીમ વિચારણા કરી રહી છે. એલેમ્બિક રીયાલીટી દ્વારા રેસીડેન્સીયલની સાથે કોમર્શિયલ પ્રોપર્ટીઝને ડેવલપ કરવાની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે.

આખરે ઉદીત અમીને જણાવ્યું કે, હાલ સિમેન્ટ અને લોખંડમાં ભાવ વધારાને કારણે ઘરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છતાં લોકો એલેમ્બિકના વેદા-2 પ્રોજેક્ટમાં ઘર ખરીદવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે. લોકોની માંગણીને ધ્યાને રાખીને એલેમ્બિક રીયાલીટી દ્વારા તૈયાર કરવામાં આવતા રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ લોકોની પહેલી પસંદ બન્યો છે.

વેદા – 2 ની વિશેષતા જાણો

વેદા – ર માં અત્યંત આધુનિક ફાયર સિસ્ટમ બેસાડવામાં આવી છે. જે પાર્કિંગ, ફોયર, લિફ્ટ થી માંડી દરેક એપાર્ટમેન્ટ માં આકસ્મિક આગ સામે પૂરી સુરક્ષા પૂરી પાડવા માટે સમર્થ છે. આ સીસ્ટમ ને ફાયર હાઈ વ્રન્ટ સીસ્ટમ કહેવામાં આવે છે. જેમાં હાઇ રાઈઝર, લેન્ડિંગ વાલવ હોર્સ રિલ, ટાવર ના દરેક ફ્લોર પર બેસાડવામાં આવી છે. આ ઉપરાંત દરેક ફ્લેટ અને પાર્કિંગ માં સ્પ્રિંકલર સિસ્ટમ પણ મૂકવામાં આવી છે. જ્યારે વીજળી માટે ડીજી બેકઅપ ની સુવિધા છે.

એલેમ્બિક રીયાલીટીની સફર

વર્ષ 2009માં શરૂ થયેલા એલેમ્બિક રીયલ એસ્ટેટ દ્વારા 2022 સુધીમાં કુલ 30 લાખ ૫જાર સ્કે ફૂટ નું બાંધકામ કરવામાં આવ્યું છે. અને હાલ 1800 થી વધુ પરિવારો એલેમ્બિક રીયલ એસ્ટેટ ના ગુણવત્તા સભર, પર્યાવરણ અનુરૂપ અને હવા ઉજાસ થી ભરપુર મકાનના બાંધકામ થી સંતુષ્ટ છે. આજની ભાગદોડ ભરેલી જીવનશૈલી વચ્ચે, શાંતિ, પ્રફુલ્લિત મન, અને કુદરત નું સાંનિધ્ય મળી રહે તે હેતુ ને પ્રાધાન્ય આપી દરેક બિલ્ડિંગ બનાવવા માટે એલેમ્બિક રીયલ એસ્ટેટ કટિબદ્ધ છે.

Facebook Comments Box

Videos

Our Partners