અમુલ દવારા તેના 75મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ઓનલાઇન સામાન્ય પ્રશ્નોના જવાબ આપી રૂ. 6 હજાર જીતવાનો તક મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
લિંકના રીવ્યુ આપ કોઈ પણ સમયે જોશો ત્યારે તે થોડી મિનિટો પહેલાજ પોસ્ટ થયા હોવાનું દેખાશે
આ લિંકનું 360 ડિગ્રી એનાલિસિસ કરી સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે મહત્વની સલાહ આપી છે
આ લિંકથી દૂર રહેવું અને ખાસ કરી તેને બીજાને ન મોકલવી કે તેને ખોલવું નહિ, જે તમને ઘણી રીતે નુકશાન પહોંચાડી શકે છે
WatchGujarat. જેણે દેશને દૂધ અને દૂધની બનાવટોનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક બનાવ્યું એવી જાણીતી કંપની અમુલ દ્વારા તેની 75મી વર્ષગાંઠ નિમિત્તે સામાન્ય પ્રશ્નોના જવાબ આપી રૂ. 6 હજાર જીતવાની તક મળશે તેવો દાવો કરતી લિંક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જોકે મોટા ભાગે વૉટ્સએપ ઉપર વાયરલ થતી આ લિંક વાસ્તવિક ન હોવાનું બહાર આવ્યું છે. જો તમારા સોશિયલ મીડિયા પર પણ આ પ્રકારની કોઈ લિંક આવે તો ચેતી જજો કારણકે આ લિંક તમને ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ લિંક ખોલતા અભિનંદન પાઠવવામાં આવે છે. બાદ અમુલની 75મી વર્ષગાંઠ નિમિતે પ્રશ્નોના જવાબ આપી રૂ.છ હજાર જીતવાની તક મળશે તેવો દાવો કરવામાં આવે છે. આ લિંક પહેલા આપણે અમુલ ગમે છે ? તમારી ઉંમર શું છે ? અમુલ વિશે આપ શું વિચારો છે ? આમ પુરુષ છો કે મહિલા ? તેવા સામાન્ય સવાલ પૂછવામાં આવે છે. આ સમય દરમિયાન તે લિંક ડિવાઇસની ઇન્ફોર્મેશન સહીત અંગત વિગતો ભેગી કરી લે છે. જે આગળ જતા ફોનને હેક કરી શકે છે અથવા આપણે આર્થિક નુકશાન પહોંચાડી શકે છે. આ લિંકનું 360 ડિગ્રી એનાલિસિસ કરનાર સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે આ ટોપ લેવલની એક ફેક લિંક છે.આ પ્રકારની લિંકથી સાવધાન રહેવાની જરુર છે.
લિંક બનાવનાર અને ફેલાવનાર ગૂગલને છેતરી રહ્યા છે
વધુમાં સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું કે, આ લિંક ટોપ લેવલ ડોમેઇનનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. સાથે આ ટોપ લેવેલનું ડોમેન એટલે વાપરવામાં આવે છે કે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ આ લિંક પર ભરોસો કરી લે. આ લિંકનું કન્ટેન્ટ માલવેર છે જે ફોનની એક્ટિવિટી, ફોનનો લોગ ડેટા તથા બીજા અનેક અંગત ડેટા ચોરવા માટે આ લિંકને ફેલાવી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લિંક બનાવનાર અને ફેલાવનાર ગૂગલને છેતરી રહ્યા છે. જેમાં ગૂગલના સીક્યુરીટી ફીચર્સને બાયપાસ કરી લિંક ફેલાવવામાં આવી રહી હોવાનું કાવતરું જોવા મળ્યું છે.
[caption id="attachment_557947" align="aligncenter" width="640"] Cyber Expert Mayur Bhusavalkar[/caption]
લિંક મોટા ભાગના લોકો સુધી પહોંચી તેમના ડેટા એકત્રિત કરી લે છે
મયુર ભુસાવળકરે ઉમેર્યું કે, ગૂગલના સીક્યુરીટી ફીચર્સને બાયપાસ કરી આ લિંક ફેલાવવામાં આવી રહી છે જેથી ગુગલ પણ તેને અટકાવી શકતી નથી. આ લિંક મોટા ભાગના લોકો સુધી પહોંચી તેમના ડેટા એકત્રિત કરી લે છે. વધુમાં તે પણ જણાવ્યું કે, જ્યારે ચૂંટણી આવતી હોય છે અથવા કોઈ વર્ષગાંઠ આવતી હોય છે. ત્યારે લોકોના ડેટાની સૌથી મોટી માંગ હોય છે. અને આ લિંક કેવી રીતના લોકોના ડેટા ભેગા કરી શકાય તેની ઉપર ધ્યાન આપતું હોય છે. આ લિંક દ્વારા આપણા ફોનમાં માલવેર આવી જતું હોય છે. જેથી ફોનની એક્ટિવિટી ધીરી થઇ જાય છે અથવા જાતે જ કોઈ પ્રકારની એક્ટિવિટી કરવાનું શરુ કરી દે છે.
આવા પ્રકારની લિંકમાં દર 10 લોકો માંથી 9 લોકો તેનો ભોગ બની જાય છે
આ લિંકનું 360 ડિગ્રી એનાલિસિસ સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું કે, આ પ્રકારની લિંકો થી દૂર રહેવું જોઈએ અને વિશ્વાસપાત્ર વેબસાઈટ પર જઈ તેના પર વ્યવહાર કરવો જોઈએ અથવા માહિતી મેળવવી જોઈએ. અને આવા પ્રકારની લિંકમાં દર 10 લોકો માંથી 9 લોકો તેનો ભોગ બની જાય છે. જેમાં 10 માંથી 9 લોકો આવી લિંકના સકંજામાં આવી જાય છે અને પૈસા જીતવાની લાલચમાં પોતાના અંગત ડેટા તે ગુમાવી દેતા હોય છે. તેનો ફોન હેક થઇ જાય છે, તેઓ પોતાના ફોન પરથી નિયંત્રણ ગુમાવી દે છે. આ પ્રકારની ટોપ લેવલની લિંક તમારા ફોનના ડેટા હાઇજેક કરી આપણે નાણાકીય નુકશાન પણ પહોંચાડી શકે છે. આ લિંકના સકંજામાં આવી ગયા હોય તો બસ તેનો માત્ર એકજ વિકલ્પ છ કે, તેમને પોતાનો ફોન ફેક્ટરી રીસેટ કરવો પડે છે. સાથે પાસવર્ડ બદલવો પડે છે.
સાયબર માફિયાઓ ખોટા રીવ્યુ બતાવી લોકોને વિશ્વાસમાં લે છે
મયુર ભુસાવળકરે વધુમાં ઉમેર્યું કે, આ લિંક દ્વારા મોટા પ્રમાણમાં લોકોને વિશ્વાસમાં લેવા માટે કેટલાક ખોટા રીવ્યુ પણ આપવામાં આવ્યા છે. જેમાં લોકોને ઇનામ મળી ગયું છે હોવાનું જણાવ્યું છે.પરંતુ જ્યારે આપ તે રિવ્યુ જોશો તો તે થોડા સમય પહેલા જ પોસ્ટ થયા હોવાનું દેખાશે. જેથી લોકોને લાગે છે કે આ લિંક દ્વારા સાચે ઇનામ મેળવી શકાય છે. પરંતુ આ સચ્ચાઈ નથી સાયબર માફિયાઓ આ પ્રકારના સકંજા નાખી લોકોને તેમનો નિશાન બનાવી રહ્યા છે.
આ લિંક ઓપન કરી દીધી હોય તો તમારા ફોન અથવા અન્ય ડિવાઇસમાં તમામ આઈ.ડીના પાસવર્ડ બદલી નાંખો
જે લોકો એ આ પ્રકારની લિંક ખોલી છે તેમના ફોન ધીમા ચાલવા લાગે છે. સાથે તે હેન્ગ પણ થાય છે. કેટલાક લોકો લાલચમાં આવી આ પ્રકારની લિંક પોતાના મિત્રો સહીત પરિવારજનોને મોકલાવતા હોય છે. જો તમારા પાસે પણ આ પ્રકારની લિંક આવે તો તેને બીજા કોઈને ન મોકલો. આવા પ્રકારના ષડયંત્ર સાયબર માફિયા દ્વારા રચવામાં આવે છે. જો ભૂલથી આપે પણ આ લિંક ઓપન કરી દીધી હતી તો તમારા ફોન અથવા અન્ય ડિવાઇસમાં રહેલા તમામ આઈ.ડીના પાસવર્ડ બદલી નાખવા જોઈએ.