કોરોના કેસો ઘટતા સરકારે આ વર્ષે સોસાયટી અને ફ્લેટમાં શેરી ગરબાના આયોજનની છૂટ આપી છે
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાય નહિ તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવશે
નવરાત્રિમાં મોડી રાત્રે ફરતા કે રોમિયોગિરી કરતા લોકો માટે પણ સીટી પોલીસનો એક્શન પ્લાન તૈયાર
આ વર્ષે પણ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગિરિ કરતા રોમિયોને પાઠ ભણાવશે
WatchGujarat. આજથી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કોરોના મહામારીના કારણે આ વખતે અનેક નિયમોની ભરમાર હશે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો કહેર ઓછો થતા સરકારે નવરાત્રીની છૂટ આપી છે. જેથી સોસાયટી અને ફ્લેટમાં શેરી ગરબાના આયોજન માટે લોકોએ તૈયારી કરી લીધી છે. જોકે શેરી ગરબામાં 400 લોકો હાજર રહી શકશે તેવી મજૂરી અપાઈ છે. નવરાત્રીને લઈને વડોદરા પોલીસ દ્વારા તમામ શહેરીજનોને નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ છે. ત્યારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશ્નર દ્વારા મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. જેથી નવરાત્રીમાં રોમિયોગિરી કરતાં શખ્સોને ઝડપી શકાશે તેમ માનવામાં આવી રહ્યું છે.
શું છે પોલીસનો એક્શન પ્લાન
નવરાત્રીમાં મોડી રાત્રે ફરતા કે રોમિયોગિરી કરતાં લોકોની હવે ખેર નથી. કારણ કે આ વખતે સી ટીમ તથા મહિલા પોલીસની ટીમ પણ ચણિયાચોળીમાં તહેનાત રહી મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપશે. ઉપરાંત નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈને શહેર તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટિમ તૈનાત રહેશે. જે શેરી ગરબામાં ખાનગી રાહે વોચ કરશે અને મહિલા પોલીસ પણ રોમિયો પર વોચ રાખશે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાય નહિ તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવશે. જેથી જ મહિલા પોલીસ દ્વારા શહેરમાં યોજાતા શેરી ગરબાની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આ તમામ સ્થળો પર પોલીસ દ્વારા ખાનગી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂર જણાશે તો આ વર્ષે પણ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગિરિ કરતા રોમિયોને પાઠ ભણાવશે.
અગાઉ પણ નવરાત્રીના સમયમાં શહેરમાં કેટલાંક બનાવો સામે આવ્યા છે. ઘણી વખત ખાસ ચોરી, છેડતી અને હત્યા જેવા ગંભીર ગુના બનતા હોય છે. સમયની પાબંધી ન હોય ત્યારે આવા અનેક બનાવો બનતા હોય છે. પરંતુ આ વખતે 12 વાગ્યા સુધીનો નિયમ હોવાથી પોલીસ 12 વાગ્યે ત્યાં સુધીમાં તમામ લોકોને ઘરે પહોંચી જવા અપીલ કરી ચુકી છે. નવરાત્રિ તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઇ શહેર પોલીસ સજ્જ છે. છેડતી કે અન્ય કોઈ બનાવ ન બને તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જે માટે શહેર પોલીસ દ્વારા ખાસ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ખાસ વોચ રાખવામાં આવશે. કન્ટ્રોલ રૂમમાંથી પણ પોલીસ ત્રીજી આંખથી રોડ પર નજર રાખશે. મહત્વનું છે કે પોલીસ ક્વારા કોરોનાના નિયમો અને જરૂરી બાબતોનું પણ પાલન કરાવવામાં આવશે.
આ પર્વને મહિલાઓ વધુ સુરક્ષિત અને સલામત રીતે માણી શકે તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જેથી જ શહેર પોલીસ કમિશ્નર દ્વારા સી ટીમને નવરાત્રી સુધી એન્ટી રોમીયો સ્ક્વૉડ તરીકે ફરજ બજાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે હવે નાગરિકોની પણ જવાબદારી છે કે તેઓ તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરે. જેથી શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જડવાઈ રહે. સાથે કોરોના મહામારીના નિયમોનું પણ લોકોએ ફરજીયાતપણે પાલન કરવું જરૂરી છે.
- કોરોના કેસો ઘટતા સરકારે આ વર્ષે સોસાયટી અને ફ્લેટમાં શેરી ગરબાના આયોજનની છૂટ આપી છે
- કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાય નહિ તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવશે
- નવરાત્રિમાં મોડી રાત્રે ફરતા કે રોમિયોગિરી કરતા લોકો માટે પણ સીટી પોલીસનો એક્શન પ્લાન તૈયાર
- આ વર્ષે પણ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગિરિ કરતા રોમિયોને પાઠ ભણાવશે