• પિતાનો મેસેજ મળતા જ પુત્રી તાત્કાલીક હરણી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી
  • પોલીસે ગંભીરતા જાણી મોબાઇલ નંબરના આધારે લોકેશન શોધ્યું
  • 30 મિનીટની અંદર આપઘાત કરનાર વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી

WatchGujarat. પોલીસ કોઇ કામ ઝડપતી કરતી નથી, દરેક વાતમાં કલાકો લગાડે છે અને ફરીયાદીને રાહ જોવડાવ્યા સિવાય બીજુ કશુ કરતી જ નથી, આવી વાતો આપણે સાંભળી હશે જ, તેમા કોઇ બેમત નથી. પરંતુ હરણી પોલીસની શી-ટીમે કરેલી કામગીરીને જોયા બાદ કદાચ તમે ઉપરોકત વાતો પર વિશ્વાસ નહિં કરો તે પણ નક્કી છે.

શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા  47 વર્ષીય અરજુનભાઇ (નામ બદલેલુ છે) પોતાના કોઇ અંગત કારણોથી હતાશ હતા. જેથી તેઓ ગત રોજ સાંજના સમયે કોઇને કશુ કહ્યાં વિના ઘરની બહાર નિકળી ગયા હતા. ત્યારબાદ એકા એક તેમણે પોતાની પુત્રીના ફોન પર એક મેસેજ કર્યો કે, “હું સ્યૂસાઇડ કરવા જઇ રહ્યો છું, તમે બધા એક બીજાનુ ધ્યાન રાખજો” આ પ્રકારના લખાણનો એક મેસેજ પુત્રીને પિતા તરફથી મળતા, તે પહેલા તો હેબતાઇ ગઇ પણ ક્ષણનો વિચાર કર્યા વિના તે તાત્કાલીક હરણી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગઇ હતી.

જ્યાં તેના મોબાઇલ પર આવેલો પિતાનો મેસેજ પોલીસ ઇન્સપેકટર વી.કે દેસાઇને બતાવતા તેઓ ગંભીરતા સમજી ગયા હતા. અને તેમણે અરજુનભાઇનો મોબાઇલ નંબર લઇ તેનુ લોકેશન ટ્રેસ કર્યું હતું. અરજુનભાઇનુ લોકેશન ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં હતુ. છતાંય હદના વિવાદને બાજુ પર મૂકી હરણી પોલીસની શી-ટીમ તાત્કાલીક ફતેગંજ બ્રીજ પાસે પહોંચી ગઇ હતી. જ્યાં બોલેરા કારમાં અરજૂનભાઇ અર્ધબેભાન હાલતમાં મળી આવ્યાં હતા.

જેથી પોલીસે તેઓને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં લઇ જઇ સારવાર શરૂ કરાવી હતી. જ્યાં હોસ્પિટલના તબીબે પોલીસને જાણાવ્યું કે, ઉંઘની વધુ પડતી ગોળીઓ (30 ગોળીઓ) ખાઇ લેવાના કારણે તેઓની હાલત ગંભીર બની છે. જોકે હોસ્પિટલમાં તબીબો દ્વારા અરજૂનભાઇને પુરતી સારવાર આપતા આખરે તેઓની તબીયત સ્થિર થઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે.

આમ પોલીસ દર વખતે ફરીયાદીને ધક્કા ખવડાવે કે રાહ જોવડાવી કામ નથી કરતી તે હવે ખોટુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud