• ફતેગંજ વિસ્તારમાંથી ઓનલાઈન મોબાઈલમાં આઈ.ડી બાનાવી સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો
  • પોલીસે રોકડ મળી કુલ રૂ.72 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ફતેગંજ પોલીસે એકની ધરપડક કરી જ્યારે સટ્ટા સાથે સંકળાયેલ એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો

WatchGujarat. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ ઓફિસની અંદર એક શખ્સ હાલમાં ચાલતી વુમન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હોવાની વિગતોના પગલે દરોડા પાડતા ફતેગંજ પોલીસે ઓફિસ સંચાલકને સટ્ટો રમતા રંગે હોથ ઝડપી પાડયો હતો. પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી રોકડ મળી કુલ રૂ. 72 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સમગ્ર મામલાની વિગતો એવી છે કે, ગત રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ.કરમુર તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તોઓને ચોક્કસ બાતમી મળી હતી કે , જગદમ્બા ઇન્ક નામની ઓફિસ જે ટાઇમ્સ સ્કવેર લીલ્ડીંગ, ફતેગંજ પેટ્રોલપંપ પાસે આવેલી છે. તેમાં એક શખ્સ નામે નીતીન નરેન્દ્ર અગ્રવાલ એડીલેઇડ તથા સાઉથ ઓસ્ટ્રેલીયા વચ્ચે હાલમાં ચાલતી વુમન બિગબેસ ટી-20 ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન આઇ.ડી ની મદદથી સટ્ટો રમી રહ્યો છે.અને હાલમાં એ પ્રવૃતિ ચાલુ છે.

આ બાતમિના આધારે તાત્કાલીક ફતેગંજ પોલીસ સ્ટેશનના કર્મીઓએ બાતમી વાળી જગ્યાએ દરોડા પાડ્યો હતા. અને પોતાના માબાઈલમાં ઓનલાઈન આઈ.ડી બનાવી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલ નીતીન નરેન્દ્ર અગ્રવાલ રહે, ઇસ્કોન હાઈટ્સ ગોત્રી રોડ નાઓને રંગે હાથો ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ રૂ. 27 હજાર તેમજ બે મોબાઈલ સહિતની મતા મળી કુલ રૂ.72 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ફતેગંજ પોલીસે નીતીની સટ્ટાને લઈ પુચપરછ કરતા તથા બુકી વિશે પુછતા ગુલ્લુ નામના એક શખ્સનુ નામા બહાર આવ્યુ હતું. પોલીસે બંને વિરૂદ્ધ જુગાર અટકાયતી અધીનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે ગુલ્લુને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud