તસ્કરોએ મોડી રાત્રે ડભોઇના ભાજપાના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની ડભોઇના નગરના મુખ્ય માર્ગ ઉપર ક્રિષ્ણા સિનેમા ગૃહની સામે આયુષ સોસાયટીમાં આવેલા જન સંપર્ક કાર્યલાયને નિશાન બનાવ્યું
ભાજપા કાર્યાલયમાં થયેલા ચોરીના પ્રયાસના બનાવની જાણ ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને થતાં તુરતજ તેઓ દોડી ગયા
પોલીસ તંત્ર દ્વારા ક્રિષ્ણા સિનેમા ગૃહની બહાર લગાવવામાં આવેલા સીસીટીવીની તપાસ કરી હતી. પરંતુ, તસ્કરો અંગેના કોઇ સગડ મળ્યા નથી
WatchGujarat. શહેર-જિલ્લામાં બેખોફ બનેલા તસ્કરોએ મોડી રાત્રે ડભોઇના ભાજપાના ધારાસભ્યના ડભોઇ સ્થિત જન સંપર્ક કાર્યાલયના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કરતા તાલુકામાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં દોડી ગયેલા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, તસ્કરોએ ઉત્પાત મચાવી મુક્યો છે. પરંતુ, તંત્ર હજુ આળસ ખંખેરતુ નથી. જે ગંભીર બાબત છે. આ અંગેની રજૂઆત રાજ્યના ગૃહમંત્રીને કરવામાં આવશે. હતા. નોંધનીય છે કે, કાર્યાલયમાં સીસીટીવી લગાવેલા ન હોવાથી તસ્કરોને શોધવા માટે પોલીસ તંત્ર માટે પડકારરૂપ પુરવાર થશે.
શહેર-જિલ્લામાં હાહાકાર મચાવી રહેલા તસ્કરોએ મોડી રાત્રે ડભોઇના ભાજપાના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની ડભોઇના નગરના મુખ્ય માર્ગ ઉપર ક્રિષ્ણા સિનેમા ગૃહની સામે આયુષ સોસાયટીમાં આવેલા જન સંપર્ક કાર્યલાય સહિત ડભોઇ નગરના બે મકાનોને નિશાન બનાવ્યા હતા. ધારાસભ્યના કાર્યાલયમાં ઘૂસી ગયેલા તસ્કરોએ કાર્યાલય સ્થિત તિજોરી, ઓફિસ ટેબલના તાળાં તોડી તપાસ કરી હતી. પરંતુ, કંઇ મળી ન આવતા તસ્કરોએ તિજોરી અને ઓફિસ ટેબલમાં પડેલ સાહિત્ય વેરણ-છેરણ કરી ખાલી હાથે ફરાર થઇ ગયા હતા. જોકે, તસ્કરોએ વિસ્તારના અન્ય બે મકાનોને પણ નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ડભોઇમાં આવેલા ભાજપા કાર્યાલયમાં થયેલા ચોરીના પ્રયાસના બનાવની જાણ ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને થતાં તુરતજ તેઓ દોડી ગયા હતા. તે સાથે ડભોઇ પોલીસ પણ બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને તસ્કરોનું પગેરું મેળવવા માટે આસપાસમાં લાગેલા સીસીટીવીની ચકાસણી કરી હતી. જોકે, પોલીસને તસ્કરો અંગેના કોઇ સગડ મળ્યા ન હતા. ધારાસભ્યના કાર્યાલય સહિત બે કમાનોના તાળાં તૂટતા ડભોઇ પોલીસ તંત્રના નાઇટ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉભા થયા છે. આ બનાવ બનતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જો ધારાસભ્યનું કાર્યાલય પણ તસ્કરોથી સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની શુ વિસાત?
ડભોઇના ભાજપાના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ ભાજપા કાર્યાલયમાં થયેલા ચોરીના પ્રયાસના બનાવ અંગે જણાવ્યું હતું કે, ડભોઇ નગર અને તાલુકામાં છેલ્લા કેટલાંક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો છે. ચોરીના બનાવો અંગે ફરિયાદો આવતી હતી. આજે મારા ભાજપાના કાર્યાલયના તાળાં તૂટ્યા તે ગંભીર બાબત છે. છેલ્લા કેટલાંક સમયથી તસ્કરો ઉત્પાત મચાવી રહ્યા છે. પરંતુ, તંત્ર આળસ ખંખેરતુ નથી. આ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. એથી વધારે આ બનાવ અંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરીશ.
મળેલી માહિતી પ્રમાણે તસ્કરો હવે મોટર સાઇકલો લઇને આવવાને બદલે મોંઘીદાટ કારોમાં ચોરી કરવા નીકળતા હોય છે. ડભોઇના ભાજપાના ધારાસભ્યના કાર્યાલય સહિત મકાનોમાં ચોરી કરવા નીકળેલી ટોળકી ઇકો કાર લઇને નીકળી હતી. પોલીસ તંત્ર દ્વારા ક્રિષ્ણા સિનેમા ગૃહની બહાર લગાવવામાં આવેલા સીસીટીવીની તપાસ કરી હતી. પરંતુ, તસ્કરો અંગેના કોઇ સગડ મળ્યા નથી. ડભોઇ પોલીસે તસ્કર ટોળકીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી દીધી છે.