• નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે વડોદરામાં યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે
  • મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 10 હજાર લોકોની હાજરીનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે
  • ગતરોજ સયાજીગંજ વિધાનસભામાં આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો

Watchgujarat. વડોદરામાં સયાજીગંજ વિધાનસભામા ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે હાજરી આપનારાઓને સંબોધન કર્યું હતું. જો કે, આ કાર્યક્રમમાં માણસો ઓછા અને ખુરશીઓ વધારે હોવાની પ્રતિતી કરાવતી તસ્વીરો સામે આવી છે. જો આવી જ રીતે ચાલતું રહેશે તો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 10 હજાર લોકોની હાજરીનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક કેવી રીતે પાર પડશે તે સવાલ વિચારવા જેવો છે.

નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે વડોદરામાં યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે. જે કાર્યક્રમમાં 10 હજાર લોકો હાજરી આપે તેવો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેને પહોંચી વળવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વચ્ચે ગતરોજ સયાજીગંજ વિધાનસભામાં આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સયાજીગંજ વિધાનસભામાં આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કાર્યકરોની હાજરી ઓછી અને ખુરશીઓ વધારે જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ડો. વિજય શાહે સંબોધન પણ કર્યું હતું. જો વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં આવો માહોલ હોય તો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 10 હજાર લોકોની હાજરી કેવી રીતે થશે તે વિચારવાની વાત છે.

જો કે, મુખ્યમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે અગાઉથી આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. મહત્વકાંક્ષી લક્ષ્યાંક હાંસલ નહિ થાય તો પણ તેના નજીક પહોંચવામાં સફળતા મળશે તેવું સંકળાયેલા લોકોનું માનવું છે. પરંતુ સ્થાનિક કક્ષાએ યોજવામાં આવેલો સ્નેહ મિલન કાર્યક્રમ કંઇક અલગ જ ઇશારો કરી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners