ઉત્તર પ્રદેશથી ટ્રકમાં સામાન લઇ વડોદરાના તાંદલજા વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો.
ટ્રક ડ્રાઇવર તૌફીક રાયણી સાથે ખલાસીની રૂપિયા બાબતે માથાકુટ થતાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી
બે દિવસની શોધખોળ બાદ અંતે ટ્રક અને ડ્રાઇવર મૃત હાલતમાં મળી આવ્યાં
હત્યાના બનાવને પગલે વાડી પોલીસે ગુનો નોંધી ઉત્તર પ્રદેશના હત્યારાઓની શોધખોળ હાથ ધરી
WatchGujarat. ઉત્તર પ્રદેશથી ટ્રકમાં સામાન ભરી વડોદરાના તાંદલજા વિસ્તારમાં પ્લેયની ડીલીવરી આપવા માટે ડ્રાઇવર સહિત તેના બે ખલાસીઓ આવ્યાં હતા. તાંદલજા ખાતે સામાન ખાલી કર્યા બાદ રૂપિયા મામલે ડ્રાઇવરને ટ્રકના બે ખલાસીઓ સાથે માથાકુટ થતાં તિક્ષ્ણ હથિયાર વડે તેની ઉપર હુમલો કરી હત્યા કરી દેવામાં આવી હતી. ટ્રક ડ્રાઇવરની હત્યા કર્યા બાદ તેની ટ્રકમાં જ મુકી દઇ નેશનલ હાઇવે નં-8 પર કપુરાઇ ચોકડી પાસે ટ્રક મુકી હત્યારા ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે વાડી પોલીસે હત્યાનો હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. હત્યારાઓને ઝડપી પાડવા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામ લાગી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
બનાવ અંગે વાડી પોલીસ સ્ટેશન ખાતે ગુફરાનઅલી સાકીરઅલી પઠાણે નોંધાવેલી અનુસાર, તેઓ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગત તા. 4 ડીસેમ્બરના રોજ તૌફીક રયાણીએ તેઓને ફોન કરી જણાવ્યું કે, હું યુ.પીથી માલ લઇને વડોદરાના તાંદલજા સ્થિત ડીલીવરી આપવા માટે આવ્યો છું. કોઇ માલ લઇ જવાનો હોય તો મને જણાવજો, તૌફિક અંદાજીત એક વર્ષ પહેલા ગુફરાનણલીના સંપર્કમાં આવ્યો હતો.
ગત તા. 4 ડીસેમ્બરે વડોદરા પહોંચતા જ તૌફીકે ફોન કરી ગુફરાનઅલીને જણાવ્યુ કે, “મેં તાંદલજા ટ્રક લેકર આયા હું નોએન્ટ્રી મેં ખડા હું કલકે લીયે માલ ઢુંઢ કે રખના”. જેથી ગુફરાનઅલીએ 5 ડીસેમ્બરના બપોરના સમયે તૌફિકને ફોન કર્યો પરંતુ તેનો મોબાઇલ સ્વીચ હતો. ત્યારબાદ ગત તા. 6 ડીસેમ્બરના રોજ એક અજાણ્યા નંબરથી ગુફરાનઅલીને ફોન કરનાર જણાવે છે કે, હું મોહંમદશરીક બોલુ છું મારો ભાઇ તૌફીક રાયણી ગત તા. 1 ડીસેમ્બરના રોજ હરિયાણાથી માલ ભરી વડોદરા તાંદલજા આવ્યો છે, તેની સાથે કન્ડકટર તરીકે ફુરકાન ઇન્દ્રરાજ અને મોહમંદનસીમ પણ આવ્યાં છે. તેમણે જણાવ્યું કે, તૌફીકનો ફોન લાગતો નથી, જેથી તમે તપાસ કરી જણાવો.
આ ફોન આવ્યાં બાદ ગુફરાનઅલીએ તૌફીક અને તેના ટ્રકની શોધખોળ શરૂ કરી, હાલોલ ટોલનાકા પર તપાસ કરતા જાણવા મળ્યું કે, ટ્રક અહીંયાથી બહાર નિકળ્યો જ નથી. જેથી ગુફરાનઅલીએ તેના સંપર્કમાં રહેલા તમામ ટ્રાન્સપોર્ટટરોને ફોન કરી ટ્રક નંબર અને તૌફીકની માહિતી આપી હતી. તેવામાં બલવીરસિંગ ભાટીએ પો કરી જણાવ્યુ કે, તમે જણાવેલો ટ્રક નંબર કપુરાઇ બ્રીજ પહેલા નેશનલ હાઇવે નં-8 ઉપર ઉભેલો છે.
આ જાણકારી મળતા જ ગુફરાનઅલી સ્થળ પર પહોંચ્યો હતો. ટ્રકનો દરવાજો અંદરથી બંધ હતો, જેથી ટોર્ચ વડે અંદર જોતા તૌફીકની ડીકમ્પોઝ થયેલી લાશ જોવા મળી હતી. આ અંગે તપાસ કરતા તૌફીક સાથે તેના ટ્રકના ખલાસી મોહમંદનસીમ અને ફુરકાન ઇન્દ્રરાજને રૂપિયા બાબતે ઝગડો થતાં તિક્ષ્ણ હથિયાર વડે તેના ગળાના ભાગે હુમલો કરી હત્યા કરી નાખી હોવાનુ સામે આવ્યું હતુ. આ મામલે પોલીસને જાણ કરાતા ઉચ્છ અધિકારીઓ સહિત વાડી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
બનાવને પગલે વાડી પોલીસે તૌફીક રાયણીની હત્યા કરનાર ટ્રકના ખલાસી અને તેના સાથી ફુરકાન ઇન્દ્રરાજ અને મોહંમદનસીમ સામે હત્યાનો ગુનો નોધી તેમની શોધખોળ હાત ધરી છે.