થોડા દિવસો પહેલા નામ બુટલેગર હુસૈન સુન્નીએ દારૂના ધંધામાં પોલીસ ઇન્સપેકટરની ભાગીદારી હોવાની વિડિઓ વાઇરલ કર્યો હતો.
આ વિડિઓ વાઇરલ કર્યા બાદ હુસૈન વડોદરા છોડી અમદાવાદ અને સુરેન્દ્રનગર ખાતે નાસી છુટ્યો હતો.
છેલ્લા 6 દિવસથી જુદી જુદી દરગાહઓ પર આશ્રય લેતો ફરતો હતો.
પ્રોહિબીશન સહિત 65 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે હુસૈન સામે
WatchGujarat. ગુજરતાનો એક પણ જિલ્લો એવો નથી જ્યાં દારૂ વેચાતો ન હોય, જે બાબત રાજ્યમાં દારૂબંધી માત્ર નામની છે તેવુ સ્પષ્ટ સાબીત કરી છે. છતાંય નેતાઓ મોટે મોટેથી બુમો પાડીને કહેતા રહે છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને ક્યાં વેચાતો નથી. પરંતુ થોડા દિવસો પહેલા જ શહેરના એક નામી બુટલેગરે વિડિઓ વાઇરલ કર્યો હતો. જેમાં દારૂના ધંધામાં સ્થાનિક પોલીસ ઇન્સપેકટરની ભાગીદાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. જોકે આ વિડિઓ વાઇરલ કરનાર બુટલેગર આ ઘટના બાદ ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરતા આખરે અમદાવાદથી ઝડપાયો છે.
https://youtu.be/n_aK0S5ke8Q
શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતો માથાભારે બુટલેગર હુસૈન સુન્નીએ થોડા દિવસ પહેલા એટલે કે, ગત 9 સપ્ટેમ્બરના રોજ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતો એક વિડિઓ સોશીયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ વિડિઓ સોશીયલ મીડિયામાં એટલો વાઇરલ થયો કે ઠેર ઠેર પોલીસની બદનામી થવી શરૂ થઇ હતી. દરમિયાન હુસૈનને ધ્યાન આવ્યું કે વિડિઓ વાઇરલ કરવો એક મોટી ભૂલ હતી. જેથી તે વડોદરાથી તાત્કાલીક ફરાર થઇ ગયો હતો.
વડોદરા છોડતા પહેલા તેણે જે મોબાઇલમાં વિડિઓ શુટ કર્યો હતો તે મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો. અને ત્યારબાદ અમદાવાદ, સુરેન્દ્રનગર ખાતે જુદી, જુદી દરગાઓ અને મજારો પર આશ્રય લેતો હતો. દરમિયાન પોલીસને ચોક્ક્સ જાણ થતાં અમદાવાદ નજીક સાણંદ પાસેથી હુસૈનને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. તેમજ તેના સાગરીત ઇમરાન ઉર્ફે લાલુ ઇસ્માઇન પઠાણ પણ પોલીસના હાથે ચઢ્યો હતો.
પોલીસે ઝડપી પાડેલા હુસૈનની કડકાઇથી પુછપરછ કરતા તેણે વિડિઓ ટ્રેનમાં ઉતાર્યો હોવાની કબુલાત કરી હતી. તેમજ વિડિઓ આણંદના તેના મિત્રએ મોબાઇલમાં શુટ કર્યો હોવાની પણ કબુલાત કરી હતી. અને ત્યારબાદ જે મોબાઇલમાં વિડિઓ શુટ કર્યો હતો તે ફોન તોડી નાખ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, માથાભારે હુસૈન સુન્ની સામે પ્રોહિબીશન, હત્યાની કોશિષ, લુટ-ધાડ, ચોરી, ધાક ધમકી, જુગાર, મારામારી, હદ પર, જેલના નિયમોનો ભંગ કરવો, પોલીસ જાપ્તમાંથી ભાગી જવુ જેવા કુલ 65 ગુનાઓ નોંધાયેલા છે.