• ગત અઠવાડિયે પીસીબીને હરી સીંન્ધી રાજસ્થાન થી પરત આવ્યો છે અને અમદાવાદ ખાતે નરોડા ગેલેક્ષી વિસ્તારમાં જવાનો હોવાની બાતમી મળતા પીસીબીએ વોચ ગોઠવી
  • પીસીબીને સફળતા મળતા હરિ સીંધીની ધકપકડ કરાઇ
  • હરિ સીંધી સામે સીટી પોલીસ મથકમાં 12 ગુના, કિશનવાડીમાં અને બાપોદ પોલીસ મથકમાં 1-1 ગુના દાખલ થયેલા છે. તે 7 પોલીસ મથકમાં વોન્ટેડ હતો
  • આજે મળસ્કે જણાવી પોલીસ જવાનને ચકમો આપીને કુખ્યાત બુટલેગર હરિ સીંધી ફરાર

WatchGujarat. અનેક ગુનાઓમાં વોન્ટેડ લિકર કિંગ હરિ સીંધીને પીસીબીએ અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. તેની સામે નોંધાયેલા 7 જેટલા ગુનાઓમાં હરિ વોન્ટેડ હતો. હરિ સીંધી આજે વરણામાં પોલીસ સ્ટેશનમાંથી ફરાર થતા જિલ્લા પોલીસની પોલ ખુલી જવા પામી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આજે જિલ્લાના નવા એસપી ચાર્જ લેશે ત્યારે હવે બુટલેગરના ફરાર થવામાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે શું એક્શન લેવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

ગત અઠવાડિયે પીસીબીને હરેશ ઉર્ફે હરી બ્રહ્મક્ષત્રીય (સીંધી) રાજસ્થાન થી પરત આવ્યો છે અને અમદાવાદ ખાતે નરોડા ગેલેક્ષી વિસ્તારમાં જવાનો છે તેની બાતમી મળી હતી. જેના આધારે પીસીબીની ટીમ વોચમાં ઉભી રહીને આરોપીને ઝડપી લીધો હતો. વારસીયાની એસ.કે.કોલોનીમાં રહેનારો બુટલેગર હરીસિંધી સામે પાંચ વખત પાસા થઈ છે. તેમજ તેને તડીપાર પણ કરવામાં આવ્યો છે. આરોપી સામે સીટી પોલીસ મથકમાં 12 ગુના, કિશનવાડીમાં અને બાપોદ પોલીસ મથકમાં 1-1 ગુના દાખલ થયેલા છે. તે 7 પોલીસ મથકમાં વોન્ટેડ હતો. આરોપી પાસેથી કાર, 3 મોબાઈલ સહિત1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

બુટલેગરને વરણામાં પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન આજે સવારે મળસ્કે બાથરૂમ કરવા જવાનું જણાવી પોલીસ જવાનને ચકમો આપીને કુખ્યાત બુટલેગર હરિ સીંધી ફરાર થયો છે. પોલીસે કુખ્યાતને પકડવા માટે અનેક ટીમો રવાના કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાના એસપી સુધીર કુમારને અન્યત્રે મુકવામાં આવ્યા છે. સંભવત આજે વડોદરા જિલ્લાના નવા એસપી ચાર્જ લઇ શકે છે. પોલીસ કર્મીઓની ગંભીર બેદરકારી સામે શું પગલા લેવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Facebook Comments Box

Videos

Our Partners