• વડોદરાનાં મેયર કેયુર રોકડીયાને સી.આર.પાટીલનો ઠપકો
  • “કામગીરી બહું ઢીલી છે, યુવાન હતા એટલે મેયર બનાવ્યા છે”

WatchGujarat. વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-5 નું વડોદરા સરદારધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે મંચ પરથી વડોદરાના મેયર કેયુર રોકડીયાની ઢીલી કામગીરીથી અસંતોષ વ્યક્ત કરતા ઝાટકણી કરી હતી. સી.આર. પાટીલના મેયર પ્રત્યેના નિવેદન પર કાર્યક્રમમાં હાજર લોકોએ તાળાઓ વગાડી હતી.

વડોદરા શહેરના મેયર કેયુર રોકડીયાની કામગીરી સામે સવાલ કરતા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કહ્યું કે, “કેયુર તમે મીટિંગો બંધ કરો, મેયર બનાવ્યો ત્યારે લાગતુ હતુ કે, કેયુર યુવાન છે, એટલે ઝડપમાં (કામ) કરશે પણ આટલું ધીમુ તો નહીં ચાલે….. બીજી વાત અમે પ્રચારમાં અહીંયા આઠ દસ દિવસ હોવ તો વડોદરાવાળાના ફોન આવે કે, હવે ગાયો દેખાતી નથી…. એવુ વાતાવરણ બનાવજો… પરિણામ દેખાડજો”

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ શહેરના મેયર દ્વારા રસ્તે રખડતા ઢોરોને લઇ મોટી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેનો અમલ પાલિકા દ્વારા થતો હોય તેવુ સહેજ પણ દેખાતુ નથી, રસ્તા પર હજીએ ઢોરોના ટોળા બિંદાસ્ત ફરતા જોવા મળી રહ્યાં છે, અને પાલિકા તથા મેયરનો દાવો છે કે, તેઓ રસ્તે રખડાતા ઢોરોને પકડી પાંજરા પોળમાં મોકલી રહ્યાં છે. મેયર કેયુર રોકડીયાની ઢીલી કામગીરીને લઇ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અસંતોષ વ્યક્ત કરી ઝાટકણી કાઢી નાખી હતી.

ઉલ્લેખનીય છે કે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન-2026 અંતર્ગત વિઝન, મિશન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા આર્થિક-ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-5 નું વડોદરા સરદારધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud