• શહેરના ન્યુ વીઆઈપી રોડ પર મીલન પાર્ટી પ્લોટ પાસે કાર ચાલકે અનેક ફ્રુટની લારીઓને અડફેટે લીધી
  • ઘટનામાં 1ને વધુ ઈજા પહોંચી જ્યારે કેટલાકને સામાન્ય ઈજાઓ પહોંચી
  • અકસ્માત બનતા ઠેર-ઠેર ફ્રુટો રસ્તા પર વિખેરાઈ ગયા હતા
  • હરણી પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

WatchGujarat. વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર મીલન પાર્ટી પ્લોટ પાસે ગત રોજ રાતના સાડા નવ વાગ્યાની આસપાસ કાર ચાલક મહિલાએ તેની કાર પુરઝડપે હંકારી લાવી એકાએક 6થી 7 ફ્રુટની લારીઓને અડફેટે લીધી હતી. આ ઘટનાના પગલે રોડ પર ઠેર-ઠેર ફ્રુટ નીચે વીખેરાઈ ગયા હતા. જ્યારે આ ઘટનામાં 2 લોકોને ઈજા પણ પહોંચી હતી. જોકે રાત્રે ફિલ્મી દ્રશ્યો જેવી ઘટના બનતા એક તબક્કે તે વિસ્તારમાં વાહન વ્યવાહર થંભી ગયો હતો. અને ઘટનામાં ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ઉપરોક્ત ઘટના પગલે હરણી પોલીસે ફક્ત અકસ્માત કરનાર કારના નંબર આધારે અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલ મીલન પાર્ટી પ્લોટ પાસે દિવસથી રાત સુધી અનેક ફ્રુટની લારીઓ ઉભી રહે છે. રાતે પણ ત્યાં ફ્રુટની લારીઓ પર ગ્રાહકો ફ્રુટ લેવા આવતા હોય છે. ગત રોજ રાતે ત્યાં ફિલ્મી દ્રષ્યો જેવો અકસ્માત સરજાયો હતો. આ મામલે હરણી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. જેમાં 20 વર્ષીય અલ્પેશ અષોકભાઈ દેવી પુજક (ભારવાડવાસ ન્યુ વીઆઈપી રોડ) એ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ફ્રુટની લારી ચલાવે છે. અને તેની લારી મીલન પાર્ટી પ્લોટ પાસે ઉભી રાખે છે. તેની સાથે અન્ય ફ્રુટની લારીઓ પણ ઉભી રહે છે.

ગત રોજ રાતના સાડા નવ વાગ્યાના અરસામાં એક કાર માણેકપાર્ક સર્કલ તરફથી ગફલતભરી રીતે પુરપાટ આવી હતી અને એકાએક લારીઓને અડફેટે લીધી હતી. હું જમીન સાથે ભટકાયો હતો. બાજુમાં ઉભેલા ઉમેશભાઈ રાઠોડને પણ ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન બુમાબુમ મચી જતા રાહદારી પણ એક તબક્કે થંભી ગયા હતા. અને 108 એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે મામલે હરણી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના પગલે રોડ પર ઠેર ઠેર ફ્રુટ વિખેરાઈ ગયા હતા. અને કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ફ્રુટ લેવા આવેલા લોકોનો પણ જીવ બચી ગયો હતો. અને લારીવાળા સહિત અન્યને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. અને મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.  ઉલ્લેખનીય છે કે, વડોદરા એરપોર્ટ નજીક જ મુખ્ય માર્ગ પર ગંભીર ઘટના બનતા જેમાં અનેકના જીવ સદનસીબે બચી ગયા હતા. ત્યારે પોલીસ ચુસ્ત પેટ્રોલીંગ સહિત બંદોબસ્ત કરતી હોવાના દાવાઓ કેટલા સાચાએ લોક મુખે ચર્ચાઈ રહ્યા છે. જ્યારે આ ઉપરોક્ત ઘટના પગલે હરણી પોલીસે ફક્ત અકસ્માત કરનાર કારના નંબર આધારે અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners