• રાજ્ય સરકાર દ્વારા ગતરોજ જારી કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે 75 ટકા મુસાફરો સાથે બસ સેવા શરૂ કરી શકાશે તેમ જણાવાયું છે
  • ગતરોજ સાંજે એલ.એન્ડ.ટી સર્કલ પાસેથી પસાર થતી સીટી બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી જોવા મળ્યી હતી
  • માત્ર લોકો પાસેથી કોવિડ ગાઇડલાઇન ભંગ બદલ દંડ વસુલવો અને બસ સેવા જેવી મહત્વની જગ્યાએ તેની અવગણના કરવી યોગ્ય નથી
  • બસમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન ન થાય તો તે સુપર સ્પ્રેડરની ભુમિકા ભજવી શકે તેવું કહેવું સહેજ પણ ખોટું નથી.

WatchGujarat. વડોદરા સહિત રાજ્યભરમાં કોવિડ ગાઇડલાઇનના પાલન માટે વિવિધ ટીમો બનાવી અને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને જે જગ્યાએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવામાં ન આવે ત્યાં દંડની વસુલાત કરવામાં આવે છે. પરંતુ વડોદરામાં પાલિકાની ટીમો સામાન્ય નાગરીકો પાસેથી દંડ વસુલે છે, પરંતુ મુસાફરોથી ખીચોખીચ ભરેલી સીટી બસ કેમ નથી દેખાતી તેવા સવાલો હવે ચર્ચાઇ રહ્યા છે.

રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગતરોજ જારી કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે 75 ટકા મુસાફરો સાથે બસ સેવા શરૂ કરી શકાશે તેમ જણાવાયું છે. પરંતુ વડોદરાની સ્થિતી કંઇ અલગ જ હોવાનું સામે આવ્યું છે. ગતરોજ સાંજે એલ.એન્ડ.ટી સર્કલ પાસેથી પસાર થતી સીટી બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી જોવા મળ્યી હતી. જગ્યા નહિ મળતા કેટલાક લોકોતો ઉભા ઉભા મુસાફરી કરી રહ્યા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે. તેવા સંજોગોમાં બસમાં મુસાફરી દરમિયાન કોવિડ ગાઇડલાઇનનું કેવું પાલન થતું હશે તેનો અંદાજો લગાડનો બહુ મુશ્કેલ નથી. ત્યારે સવાલ થાય કે કોવિડ ગાઇડલાઇનના નામે સામાન્ય લોકો પાસેથી દંડ વસુલતી જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમોને સીટી બસની ભીડ કેમ દેખાતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ ગાઇડલાઇનના પાલનની અમલવારી તમામ જગ્યાએ સરખી રીતે થવી જોઇએ. પછી એ સરકારી જગ્યા હોય કે ખાનગી જગ્યા. માત્ર લોકો પાસેથી કોવિડ ગાઇડલાઇન ભંગ બદલ દંડ વસુલવો અને બસ સેવા જેવી મહત્વની જગ્યાએ તેની અવગણના કરવી યોગ્ય નથી. હવે મુસાફરોથી ભરેલી બસ લઇને જતી સીટી બસ સેવાના તંત્ર સામે પાલિકાની ટીમો શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

અત્રે નોંધનીય છે કે, સીટી બસમાં હજારોની સંખ્યામાં મુસાફરો શહેરભરમાં મુસાફરી કરે છે. બસમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન ન થાય તો તે સુપર સ્પ્રેડરની ભુમિકા ભજવી શકે તેવું કહેવું સહેજ પણ ખોટું નથી. કોવિડ ગાઇડલાઇનનું આ પ્રકારની જગ્યાઓ પર તો ચુસ્તપણે પાલન થવું જ જોઇએ.

Facebook Comments Box

Videos

Our Partners