• રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત વડોદરાની મુલાકાએ આવ્યા
  • વડોદરા વાસીઓએ મારા પર મોટો ઉપકાર કર્યો છે. મારી વડોદરાવાસીઓને સાચવવાની જવાબદારી વધી છે – મુખ્યમંત્રી
  • આપણે કોઇને હરાવવા માટે પ્રયત્ન નથી કરવો, આપણે જીતવા માટે પ્રયાસ કરવો છે. આપણે જીતી જઇએ એટલે સામેવાળાને સમજાઇ જાય

WatchGujarat. રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ પ્રથમ વખત વડોદરા આવ્યા હતા. ભાજપ દ્વારા આયોજિત સ્નેહમીલન કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી. પ્રસંગે પ્રવચન આપતા તેઓએ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારે તેવી વાતો જણાવી હતી. વિશેષ રૂપે કહ્યું કે, વડોદરાના વિકાસનો આયોજન બદ્ધ કામ હશે તો બજેટમાં તેની જૂદી વ્યવસ્થા કરીને પણ તે કામ અમે કરીશું. ઉલ્લેખીય છે કે, થોડાક સમય પહેલા સી.આર. પાટીલે પણ કાર્યકર્તાઓની સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તેમ જણાવ્યું હતું. અને કાર્યકર્તાને કોઇ પણ તકલીફ ન પડે તેવી તાકીદ કરી હતી.

આજરોજ રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ પ્રથમ વખત વડોદરા આવ્યા હતા. ભાજપ દ્વારા આયોજિત સ્નેહ મીલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે,  વડોદરા વાસીઓએ મારા પર મોટો ઉપકાર કર્યો છે. મારી વડોદરાવાસીઓને સાચવવાની જવાબદારી વધી છે. કાર્યકર્તાઓને ઉત્સાહ છે. હું સમય સાચવવાનો આગ્રહી છું. મેં પણ તમારી જેમ બેસી બેસીના ઘણી રાહ જોઇ.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સિમાબેનની કોર્પોરેશનની ચુંટણી માટે સેન્સ લેવા આવ્યો હતો. આજે તેઓ ધારાસભ્ય છે. ગમે ત્યારે ગમે તેનો નંબર લાગી શકે તેમ છે. એટલું સમજી લો, આપણી પાર્ટીમાં, એક સારો કાર્યકર્તા જ સારો નેતા બની શકે. કાર્યકર્તામાં રણછોડ દેખાવવા જોઇએ. નેતા અને કાર્યકર્તાઓ બંનેમાં રણછોડ દેખાવવા જોઇએ. ભાજપાનો કાર્યકર્તા પ્રજા વચ્ચે રહીને કામ કરવા ટેવાયેલો છે. પ્રજાને પડતી તકલીફો કાર્યકર્તા લઇને આવે તેને અમે દુર કરીએ એ અમારી જવાબદારી છે. અમારી સુધી પહોંચવાની સુવિધા થઇ ગઇ છે. સોમવારે મંગળનારે અમને મળી શકો છો. કોઇ પણ કામ લઇને આવી શકાય. સાચા ખોટામાં તમારે પડવાની જરૂર નથી. અમે એવું નહિ કહિએ કે આવું કામ લઇને અવાય. તમે આજે મારો વટ પાડી દીધો છે. એટલે મારે વટ પાડી દેવાનો. તમે પ્રજાજનોને લઇ મારી ઓફિસે આવજો. મારી અંદર પણ કાર્યકર્તા છે. કાર્યકર્તાઓની વચ્ચે જાઉં તો હું ભુલી જાઉ કે હું સીએમ છું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કાર્યકર્તાઓ સાથે બેસીને શહેરનો વિકાસ, ધાસારપભ્ય,સાંસદ અને બધા સાથે બેસી વડોદરાના વિકાસનું આયોજન બદ્ધ કામ હશે તો બજેટમાં તેની જૂદી વ્યવસ્થા કરીને પણ તે કામ અમે કરીશું. તમારૂ કામ ન થાય તો મને કહેજો, તમારૂ કામ અમારા સુધી પહોંચાડવું પડે. આપણે કોઇને હરાવવા માટે પ્રયત્ન નથી કરવો, આપણે જીતવા માટે પ્રયાસ કરવો છે. આપણે જીતી જઇએ એટલે સામેવાળાને સમજાઇ જાય. હસતા ચહેરે 2022માં આપણી એક પણ સીટ ન જાય તે માટે આયોજન બદ્ધ રીતે થતા કામ કરીએ.

Facebook Comments Box

Videos

Our Partners