• વડોદરા શહેર યુથ કોંગ્રેસે વડોદરા કમિશ્નરને પત્ર લખ્યો
  • અસિત વોરા સામે પોલીસ ફરિયાદ કરવા રજૂઆત કરી
  • મુખ્ય આરોપીને છાવરવાનાં પ્રયત્ન થઇ રહ્યો હોય તેવુ લાગે છે ઃ શહેર યુથ કોંગ્રેસ

WatchGujarat.હેડ ક્લાર્ક પેપર લીક કાંડનો મુખ્ય આરોપી પકડાઇ જતા પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અને ત્યાર બાદથી લઇને બોર્ડના ચેરમેન અસિત વોરાના રાજીનામાની વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જો કે સરકાર દ્વારા અસિત વોરા સામે કંઇ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ ભાજપને આડેહાથ લઇ રહી છે. હવે વડોદરા શહેર યુથ કોંગ્રેસે ક્લેક્ટરને પત્ર લખી અસિત વોરા સામે પોલીસ ફરિયાદ નોંધાવા રજૂઆત કરી છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેર યુથ કોંગ્રેસે વડોદરા કમિશ્નરને પત્ર અસિત વોરા સામે પોલીસ ફરિયાદ કરવા રજૂઆત કરી હતી. પત્રમાં જણાવાયું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12મી ડિસેમ્બરે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ. હિંમતનગરમાં પ્રાંતિજનાં કોઇ ફાર્મ હાઉસમાંથી એક દિવસ અગાઉ શનિવારે જ પેપર લીક થયુ હોવાનું સામે આવ્યું છે અને ઉમેદવારો પાસે 10થી 12 લાખ રૂપિયામાં પેપર પહોંચ્યુ હોવાની ફરીયાદને પગલે પોલીસે આરોપીને પકડ્યાં છે પરંતુ મુખ્ય આરોપીને છાવરવાનાં પ્રયત્ન થઇ રહ્યો હોય તેવુ લાગે છે. કેમ કે ગૌણ સેવા પસંદગી મંડળની સરકારી સંસ્થામાં અધિકારી અસિતવોરાનાં કાર્યકાળ દરમિયાન અનેક વખત સરકારી નોકરી માટે લેવાતી પરિક્ષાનાં પેપર અગાઉ પણ ફુટ્યા છે.આ માટે તાત્કાલિક ધોરણે અસિત વોરા વિરૂદ્ધ સરકાર દ્વારા પોલીસ ફરિયાદ થવી જોઇએ અને ગુજરાતનાં યુવાનોને ન્યાય મળવો જોઇએ. મહત્વની વાત એ છે કે યુથ કોંગ્રેસનાં કાર્યકર યમરાજનો વેશ ધારણ કરીને આવેદનપત્ર આપવા આવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડો.રધુ શર્માએ જણાવ્યું હતુ કે જે મોટી માછલી છે તેના પર બીજેપી કાર્યવાહી કરતી નથી .તેને બચાવાનું કામ કરી રહી છે.વધુમાં ઉર્મેયુ ચેરમેન વિરૂદ્ધ બીજેપી કાર્યવાહી શા માટે નથી કરતી કારણ કે તેની પાર્ટીનો કાર્યકર્તા છે.આ સિવાય અન્ય નામાંકિત વ્યક્તિઓ જે બીજેપીની સાથે છે તેને બચાવવા માટે નાના માણસો વિરૂદ્ધ કાર્યવાહી કરે છે પરંતુ મોટી માછલીને કેમ પકડતી નથી ? આમ કોંગ્રેસ પાર્ટી લડી લેવાનાં મૂડમાં છે પરંતુ ભાજપ આ મામલે મગનું નામ મરી પાડતું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud