• કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં આજે ગમખ્વાર બ્લાસ્ટની ઘટના ઘટી
  • બ્લાસ્ટ થયો ત્યારે કેટલાકને તો એમ થયું કે ભુકંપ આવ્યો તો કેટલાકને વહેમ પડ્યો કે બ્રિજ પડી ગયો છે
  • શ્રોફ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં સારવાર હેઠળ કંપનીના ઇજાગ્રસ્ત કર્મી કેતન મારૂની માતાએ તેની આપવીતી જણાવી

WatchGujarat. કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં આજે એક પછી એક બે બોઇલર બ્લાસ્ટ થયા છે. જેને લઇને શહેરભરમાં ભારે ચર્ચા છે. કંપનીના બ્લાસ્ટમાં બોઇલર ઓપરેટર સહિત 14 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તે પૈકી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ગંભીર બેદરકારી રાખવા બદલ હવે કંપની સંચાલકો સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. ત્યારે કંપનીના ઇજાગ્રસ્ત કર્મીની માતાએ હોસ્પિટલ પરિસરમાં દળદળ આંસુ સારતા જે કહ્યું તે તમારૂ હૈયું હચમચાવી નાંખશે.

કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં આજે ગમખ્વાર બ્લાસ્ટની ઘટના ઘટી છે. બ્લાસ્ટમાં 14 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તે પૈકી 4 લોકોના મોત નિપજ્યા છે. કંપનીની પાસે જ કાચા – પાકા મકાનના પતરાં સુદ્ધા ઉડી ગયા હતા. બ્લાસ્ટ થયો ત્યારે કેટલાકને તો એમ થયું કે ભુકંપ આવ્યો તો કેટલાકને વહેમ પડ્યો કે બ્રિજ પડી ગયો છે. જો કે, આવું કંઇ થયું ન હતું. પરંતુ માંજલપુર જીઆઇડીસીમાં વડસર પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં એક પછી એક બે બોઇલર બ્લાસ્ટ થયા હતા. મોટા ભાગના ઇજાગ્રસ્ત કર્મચારીઓને શ્રોફ ફાઉન્ડેશનની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે. શ્રોફ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં સારવાર હેઠળ કંપનીના ઇજાગ્રસ્ત કર્મી કેતન મારૂની માતાએ તેની આપવીતી જણાવી હતી.

માતાએ કહ્યું કે, મારા દિકરાની ઘરવાળીને ફોન આવ્યો, કંપનીમાં બોઇલર ફાટ્યું છે. તેણે કહ્યું મમ્મી કંપની બાજુ જાવ ત્યાં બોઇલર ફાટ્યું છે. હું મારી રીતે એક ભાઇ જતો હતો તેણે મને રેલવે પાસે ઉતારી દીધી. ત્યાંથી હું ચાલતી કંપનીમાં ગઇ. ત્યાંથી લોકોને દવાખાને લઇ ગયા હતા. પછી મારો બાબો અહિંયા આવ્યો. મારા બાબાને માથામાં બહું વાગ્યું છે. નોંધનીય છે કે, કેતન મારૂનો ભાઇ શ્રોફ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કામ કરે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud