• કેન્ટોન્ટ લેબોરેટરીઝ પ્રા. લિ. કંપનીના ડાયરેકટર તેજસ વિનોદભાઇ પટેલ અને અંકિત હરીશભાઇ પટેલની ધરપકડ
  • ગત રોજ સવારે 9-30 વાગ્યાની આસપાસ કેન્ટોન લેબોરેટરીઝના બોઇલરમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો
  • બોઇલર બ્લાસ્ટ થતાં નજીકમાં રહેતા અને કર્મચારીઓ મળી 15 ગંભીર રીતે દઝાયા હતા
  • બોઇલર બ્લાસ્ટમાં માતા-પુત્રી સહિત કુલ ચારના મોત થતાં કંપનીની ગંભીર બેદરકારી પોલીસ તપાસમાં સામે આવી

WatchGujarat. વડોદરાના મકરપુરા જીઆઇડીસી સ્થિત વડસર બ્રીજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ પ્રા. લિ. કંપનીના એક બાદ એક બે બોઇલરમાં બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, તેનો અવાજ પાંચ કિ.મી સુધી ગુંજ્યો હતો. જ્યારે 1 કિ.મી વિસ્તારમાં મોટુ નુકશાન થવા પામ્યુ હતુ. આ દુર્ઘટનામાં 15 લોકો ગંભીર રીતે દઝાયા હતા. જ્યારે માતા-પુત્રી સહિત કુલ ચાર લોકોના મોત નિપજ્યાં હતા. જેથી માંજલપુર પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા કંપનીની ગંભીર બેદરકારી સામે આવતા તેના બે ડાયરેકટરો સામે માનવ વધનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

કેન્ટોન લેબોરેટરીઝ પ્રા. લિ. કંપનીના બોઇલરમાં ગત રોજ પ્રચંડ ધડાકા સાથે ભયાનક  બ્લાસ્ટ થયો હતો. જોકે જે બોઇલરમાં બ્લાસ્ટમાં થયો તેની નજીકમાં જ કામદારોને રહેવા માટે ઓરડી આપવામાં આવી હતી. જેથી નજીકમાં રહેતા વર્ષાબેન અને તેમની 5 વર્ષની માસૂમ પુત્રી રીયાનુ બોઇલર બ્લાસ્ટમાં કરૂણ મોત નિપજ્યું હતુ. આ દુર્ઘટનામાં કુલ 15 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં બોઇલર પ્લાન્ટના ઓપરેટર સતીષભાઇ જોષીનુ પણ મોત નિપજ્યુ હતુ. તથા કંપનીમાં કામ કરતા રવી વસાવા પણ આ બ્લાસ્ટમાં મોતને ભેટ્યો હતો.

બોઇલર બ્લાસ્ટની ઘટના એટલી ભયાનક હતી કે, 1 કિ.મીના વિસ્તારમાં આવેલા રહેણાક મકાન તેમજ દુકાનો સુધી બોઇલરના ટુકડા ઉડીને પડતા ભારે નુકશાન પહોંચ્યું હતુ. પરંતુ જે માતા-પુત્રીનુ મોત થયુ તેની પોલીસે ગંભીર નોંધ લીધી હતી. અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે, કેન્ટોન લેબોરેટરીઝ પ્રા.લિ. કંપનીના લે-આઉટ પ્લાનમાં બાઇલર નજીક સામાન મુકવા માટેનુ સ્ટોરેજ રૂમ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ સ્ટોરેજ રૂમની જગ્યાએ કંપની માલિકો દ્વારા બોઇલર નજીક કામદારોને રહેવા માટેને ઓરડી આપવામાં આવી હતી. કંપનીના માલિક ખુબ સારી રીતે આ બાબત જાણતા હતા કે, બોઇલરની નજીક કામદારોને રહેવાની જગ્યા આપવામાં આવી છે અને જો બોઇલરમાં કોઇ પણ ખામી સર્જાય તો તે જીવલેણ સાબીત થઇ શકે છે. અને આખરે ગતરોજ એજ થયું.

જેથી આ મામલે માંજલપુર પોલીસે કેન્ટોન્ટ લેબોરેટરીંઝ પ્રા. લિ. કંપનીના ડાયરેકટર તેજસ વિનોદભાઇ પટેલ ( રહે. ગ્રીન પાર્ક સોસા. અકોટા સ્ટેડીયમ પાસે) અને અંકિત હરીશભાઇ પટેલ (રહે. સ્થાપત્ય બંગલોઝ, વાસણા રોડ) સામે આઇ.પી.સી કલમ 304,308 અને 114 હેઠળ માનવ વધનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud