• કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં કોવિડ ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ
  • ડીજે સાથે માસ્ક વગર જાનૈયાઓએ વરઘોડો કાઢ્યો
  • માસ્ક વિના જ મન મૂકીને નાચ્યા જાનૈયાઓ

Watchgujarat.વધતાં કોરોના કેસ વચ્ચે સરકારે કોરોના ગાઇડલાઇન જાહેર કરી છે તે મુજબ સામાજિક-રાજકિય અને ધાર્મિક કાર્યક્રમમાં 150 લોકોને છૂટ આપવામાં આવી છે. હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે કોવિડ ગાઇડલાઇનનું સગવડિયું પાલન થતુ હોય તેવુ જોવા મળી રહ્યું છે. હાલમાં વડોદરા શહેરનો એક વિડીયો સામે આવે છે જેમાં રસ્તા પર લોકો મન મૂકીને નાચી રહ્યા છે. નથી માસ્ક કે નથી સોશ્યિલ ડિસ્ટન્સ.

મળતી માહિતી મુજબ શહેરનાં કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં કોવિડ ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. ડીજે સાથે માસ્ક વગર જાનૈયાઓએ વરઘોડો કાઢ્યો હતો. તમે વિડીયોમાં જોઇ શકો છો રસ્તા પર લોકો મન મૂકીને નાચી રહ્યા છે. નવિધરતી રાણાવાસના આ વરઘોડામાં કોવિડ ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. હાલમાં જે રીતે રાજ્ય સહિત શહેરમાં કેસ વધી રહ્યા છે તેને જોતા આ વરઘોડોમાં ભેગી થયેલી ભીડ સામે ચાલીને કોરોને નોતરી રહી હોય તેવુ લાગી રહ્યું છે.ત્યારે સવાલ એ પણ થાય છે કે પોલીસ મથક વિસ્તારમાં જ જો આવી ભીડ ભેગી થાય છે તો શું પોલીસ આંખ મીચામણા કરી રહી છે ?

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વધી રહેલા કોરોના કેસની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 3655 કેસ નોંધાયા છે. આમ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 99,745 ઉપર પહોંચી ગઇ છે. રવિવારે વધુ 1330 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 81,085 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રવિવારે વધુ 2 દર્દીના મોત થયા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 628 દર્દીના મોત થયા છે.

નોંધ – watchgujarat.com આ વાયરલ વિડીયોની કોઇ પણ પ્રકારે ખરાઇ કરતું નથી.

Facebook Comments Box

Videos

Our Partners