• એનિમિયા,માલ ન્યુટ્રીશન, ઝાડા અને તાવની બિમારીને કારણે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી
  • આજે સવારે કોરોના પોઝીટીવ બાળકીનું મોત થતાં પરિવાર આઘાતમાં
  • કોરોના ગાઇડલાઇન મુજબ બાળકીનાં અંતિમસંસ્કાર કરાશે.

Watchgujarat.વધતાં કોરોના કેસમાં હવે બાળકો પણ સપડાય રહ્યા છે. હાલ બાળકોનું વેક્સીનેશન થયુ ન હોવાથી માતા-પિતા માટે ચિંતાનો વિષય છે. ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં આજે સવારે 3 વર્ષની બાળકીનું કોરોનાને કારણે મોત થયુ હતુ.

ગોત્રી હોસ્પિટલમાં 3 વર્ષની માસૂમ બાળકીની મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બાળકીને એનિમિયા,માલ ન્યુટ્રીશન, ઝાડા અને તાવની બિમારીને કારણે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનાં ટેસ્ટ કરવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આથી તેને કોવીડ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી.

આજે સવારે અચાનક જ બાળકીનું મોત થતાં પરિવારજનોને જાણ કરાતા તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા હતા અને ગોત્રી હોસ્પિટલમાં મિડીયા સામે જ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મૂળ કાઠીયાવાડના અને હાલ સુભાનપુરા વિસ્તારમાં રહેતા પરિવારજનોએ મિડીયા સમક્ષ હોસ્પિટલ વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે હોસ્પિટલનાં ડોક્ટરે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ પરિવારમાં કોરોનાની સમજણનો અભાવ હોવાથી અમે તેમને માહિતગાર કર્યા છે અને હાલ કોરોના ગાઇડલાઇન મુજબ બાળકીનાં અંતિમસંસ્કાર કરાશે.

Facebook Comments Box

Videos

Our Partners