વડોદરામાં વધુ એક વિદ્યાર્થીમાં કોરોનાનું સંક્રમણ
હરણીની સિગ્નસ સ્કૂલમાં બીજા વિદ્યાર્થીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ
સિંગન્સ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ધોરણ 6ના વર્ગખંડમાં ઓફલાઈન શિક્ષણ પણ બંધ કરવામાં આવ્યું
WatchGujarat.કોરોના કાળ બાદ માંડ-માંડ ધીમે-ધીમે સ્કૂલો ફરીથી શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સ્કૂલ શરૂ થઇ એવા જ બાળકોમાં કોરોના કેસ આવતા વાલીઓ તેમજ સ્કૂલ સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યનાં મહાનગરો વડોદરા,સુરત અને અમદાવાદમાં કોરોના સ્કૂલમાં પ્રવેશી જતાં સ્કૂલ બંધ કરવાનાં આદેશ આપ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવતા વાલીઓ સહિત સંચાલકો ચિંતામાં મૂકાયા છે.અગાઉ નવરચના સ્કુલ અને સંતકબિર સ્કુલના બાળકો કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ શહેરની ત્રીજી શાળા છે.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ વડોદરામાં વધુ એક વિદ્યાર્થીમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. હરણીની સિગ્નસ સ્કૂલમાં બીજા વિદ્યાર્થીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિંગન્સ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ સાથે ધોરણ 6ના વર્ગખંડમાં ઓફલાઈન શિક્ષણ પણ બંધ કરવામાં આવ્યું છે.આ વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવેલા દંપતીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે સત્તાવાર સમર્થન નથી મળતું.
આ પહેલા શહેરની નવરચના સ્કૂલમાં એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવી આવ્યો હતો. શાળામાં કેસ આવતા સંચાલકોએ શાળાને તાત્કાલિક રીતે 4 દિવસ માટે બંધ કરી હતી. નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હોવાની માહિતી મળી હતી.સંચાલકોએ શાળાનાં તમામ રૂમને સેનેટાઇઝ કર્યા હતા.જ્યારે શહેરમાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ થતાં ખળભળાટ મચ્યો છે.જ્યારે સંતકબીર સ્કૂલમાં બાળક કોરોના પોઝીટીવ આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સુરત,અમદાવાદ,રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરની સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી ચિંતાજનક છે.હવે ઓફલાઇન શિક્ષણ કે ઓનલાઇન કરવું તેને લઇને સંચાલકો પણ અસંમજસમાં મૂકાયા છે. જો કે તંત્ર દ્વારા તમામ તકેદારીનાં પગલા લેવાય રહ્યાં છે.જે અંતર્ગત અમદાવાદની સ્કૂલોમાં કોરોનાની રિ-એન્ટ્રી થતા ડીઇઓ દ્વારા બંને સ્કૂલોને એક અઠવાડિયા સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. જ્યારે સુરતનાં ડુમસમાં આવેલી ડીપીએસ સ્કૂલમાં ધોરણ 1ના 2 બાળકો કોરોના સંક્રમિત થયાની માહિતી સામે આવી હતી જેના કારણે શાળા સંચાલકો શાળાને 7 દિવસ માટે બંધ કરી છે .
- વડોદરામાં વધુ એક વિદ્યાર્થીમાં કોરોનાનું સંક્રમણ
- હરણીની સિગ્નસ સ્કૂલમાં બીજા વિદ્યાર્થીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ
- સિંગન્સ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- ધોરણ 6ના વર્ગખંડમાં ઓફલાઈન શિક્ષણ પણ બંધ કરવામાં આવ્યું