• વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણ-2021 માં મળ્યો, દેશમાં 8મો ક્રમાંક
  • ગાર્બેજ ફ્રી સીટીમાં વડોદરાને 3 સ્ટાર રેટીંગ પ્રપ્ત થયું
  • સ્વચ્છતાના અલગ-અલગ પેરામિટરમાં વડોદરાને 6000 માંથી 4747.96 માર્ક્સ મળ્યા
  • વડોદરાને નવા સુકાણી મળતાજ શહેરનું રેંકીગ ખુબ સુધર્યું

WatchGujarat. કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ-2021 ના પરિણામમાં જાહેર કર્યા છે. જેમાં વડોદરા શહેરે કુલ 6000 માર્કસમાંથી 4747.96 મેળવ્યા હતા. જ્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાતા શહેરોના રેંકીંગમાં વડોદરાને 8 મો ક્રમ મળ્યો છે. ગત વર્ષે વડોદરાને 10મો ક્રમ મળ્યો હતો. જેની સરખામણીમાં ચાલુ વર્ષે વડોદરા સૌથી સ્વચ્છ શહેર તરફ બે ક્રમે આગળ વધી ગયું છે. આ સાથે વડોદરાને ગાર્બેજ ફ્રી સીટીમાં 3 સ્ટારનું રેટીંગ પ્રાપ્ત થયું છે. નોંધનીય છે કે, વડોદરા શહેરને નવા સુકાની મેયર કેયુર રોકડીયા મળતાજ  સ્વચ્છતાની અંદર શહેરનુ રેંકીગ ખુબ સુધર્યું છે. અનેક જગ્યાએ જ્યાં ઠેર ઠેર કચરો જોવા મળતો હતા. જ્યાં આજે ત્યાં ઘણી ચોખ્ખાઈ જોવા મળે છે.

વડોદરાને નવા સુકાણી મેયર કેયુર રોકડીયા મળતાજ શહેરનું સ્વચ્છતાની અંદર રેંકીંગ ખુબ સુધર્યું છે. પહેલા વડોદરાનો ક્રમાંક 10 મો હતો જ્યારે આજે આ ક્રમાંક આગળ વધીને 8 પર આવી ગયો છે. જે ખુબ સારી વાત છે. જો આ રીતે જ તંત્ર કામ કરતું રહેશે તો ચોક્કસથી વડોદરા દેશના ટોપ 3મા આવી જશે. આ સાથે એક ઉદાહરણરૂપ કામગીરી કરી શકે તેવી શક્યતા વડોદરા પાલીકાના તંત્રમાં રહેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતામાં પાલીકાની કામગીરી જોઈને તેને રેંકીંગ આપવામાં આવે છે. પાલીકાની અત્યાર સુધીની કામગીરીમાં વડોદરા હજી સુધી પાછળ રહ્યુ હતું. પરંતુ જ્યારથી યુવા મેયર કેયુર રોકડીયાએ વડોદરાનુ સકાણ સંભાળ્યું છે. ત્યારબાદથી, જે પહેલું પરિણામ આવ્યું છે તે ખુબજ સારૂ છે અને સંતોષજનક છે.

વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા “મારી બીટ સ્વચ્છ બીટ” તથા ઓપન સ્પોટ નાબુદી કરાશે. તથા કન્સ્ટ્રકશન વેસ્ટનો યોગ્ય નીકાલ અને વિશ્વામિત્રી નદીની સફાઈ પર અસરકારક કામગીરી લોકોની સહ-ભાગીદારીથી કરવામાં આવશે. અને આગામી સમયમાં રેન્કીંગ સુધારો આવે અને 5 સ્ટાર રેટીંગ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.

સ્વચ્છ સર્વેક્ષણ 2021 દરમ્યાન વડોદરાને 8મો ક્રમાંક મેળવવામાં મદદરૂપ થયેલ મુખ્ય પરિબળો

  • અટલાદરા ખાતે બાયોરેમેડીએશન પ્રક્રીયા દ્વારા કુલ 3.75 લાખ મેટ્રીક ટન લેગસી વેસ્ટનો નિકાલ થતા કુલ 17 એકર જમીન ખુલ્લી કરવામાં આવી
  • વડસર ડમ્પીંગ સાઈટનું મ્યુઝીયમ ઓફ લીવીંગ ટ્રીઝમાં રૂપાંતર કરી વોકીંગ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું
  • પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત પ્લાસ્ટીક વેસ્ટ  કલેકશન અને રીસાયકલીંગ પ્રક્રીયાની શરૂઆત
  • કન્સ્ટ્રકશન અને ડીમોલેશન વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત પ્રોસેસીંગ ફેસેલીટી સ્થાપીત કરવાની શરૂઆત
  • મકરપુરા ખાતેની લેન્ડફીલ ફેઝ 1 ખાતે રહેલ 4 લાખ મેટ્રીક ટન લેગસી વેસ્ટનું બાયો રેમેડીએશન પ્રક્રીયા દ્વારા નિકાલ કરવાની શરૂઆત
  • વિવિધ જનજાગૃતિ અભિયાન હેઠળ નવીનતમ સ્પર્ધાનું આયોજન તથા સ્વચ્છતા મિત્રોનુ સન્માન દ્વારા મોટીવેશન
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud