• એન્ટી કરપ્શન બ્યુરો આવા લોકોને પકડી પાડે છે, પણ ધાક બેસાડવામાં નિષ્ફળ ગયું છે જેને કારણે લાંચના કિસ્સાઓમાં ઘડાટો જોવા મળતો નથી
  • વડોદરા જિલ્લાના જરોદ ગ્રામપંચાયતમાં સુનીલભાઇ જેઠાભાઇ પટેલ તલાટી કમ મંત્રી વર્ગ – 3 પર ફરજ બજાવે છે
  • તલાટીએ ફરિયાદી પાસે જમીનના બાનાખતાં મૃતકની પાકી નોંધ પાડવા માટે પૈસા માંગ્યા અને મામલે એન્ટી કરપ્શન બ્યુરો સુધી પહોંચ્યો

Watchgujarat. સરકારી કામોમાં પૈસા પડાવવાની સરકારી કર્મચારીઓની વૃત્તિ અટકવાનું નામ નથી લેતી. યેન કેન પ્રકારે સામાન્ય લોકો પાસેથી કામ કરવાના પૈસા માંગવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં આરોપી એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ જાય છે તો કેટલાક કિસ્સામાં પૈસા પડાવવામાં સફળ થાય છે. આજરોજ વડોદરા જિલ્લાના જરોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જમીનના બાનાખતમાં પાકી નોંધ પાડવા રૂ. 1 લાખ માંગ્યા હતા. આ મામલે એ.સી.બી.માં ફરિયાદ કરતા તેને રંગેહાથ પકડી લેવામાં આવ્યો છે.

વડોદરા સહિત રાજ્યભરમાં લાંચિયા સરકારી બાબુઓ આવેલા છે. પોતાનું કામ કરવા માટે તેઓ લોકો પાસેથી પૈસા લેતા હોય છે. સરકારનું એન્ટી કરપ્શન બ્યુરો આવા લોકોને પકડી પાડે છે. પણ ધાક બેસાડવામાં નિષ્ફળ ગયું છે જેને કારણે લાંચના કિસ્સાઓમાં ઘડાટો જોવા મળતો નથી. આવો જ એક કિસ્સા વડોદરાના જરોજ ગ્રામ પંચાયતનો સામે આવ્યો છે. વડોદરા જિલ્લાના જરોદ ગ્રામપંચાયતમાં સુનીલભાઇ જેઠાભાઇ પટેલ તલાટી કમ મંત્રી વર્ગ – 3 પર ફરજ બજાવે છે. વાઘોડિયાના જરોજમાં આવેલી જમીન ફરિયાદીએ રૂ. 15 લાખમાં ખરીદી હતી. જમીનમાં વેચનારા વારસદારો પૈસી એકનું મરણ જતા તેનું નામ 7 / 12 માંથી કમી કરવા અને પાકી નોંધ પાડવા માટે લાંચિયા સુનીલ પટેલે રૂ. 1 લાખ માંગ્યા હતા. લાંચની રકમ આપવા માંગતા ન હોવાને કારણે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. અને છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફરિયાદીની સ્ક્રેપની ઓફિસમાં આવી હેતુલક્ષી વાતચીત કરી થોડું ઓછું કરવાનું કહેતા આરોપીએ રૂ. 70 હજારની માંગણી કરી હતી. પૈસા સ્વિકારતા જ લાંચિયો એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાયો હતો. હાલ આરોપીને ડીટેઇન કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners